હડકંપ@પાલનપુર: એક જ ગામમાંથી એકસાથે 3 બોગસ ડોક્ટર ઝબ્બે, મચી ગયો કોલાહલ

અટલ સમાચાર ડોટ કોમ, ગઢ કોરોના કહેર વચ્ચે ગઢ પોલીસે એક જ દિવસમાં અને એક જ ગામમાં એકસાથે 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડતાં કોલાહલ મચી ગયો છે. ગઢ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી હતી. જ્યાં કોઇપણ પ્રકારની ડીગ્રી કે સર્ટીફીકેટ વગર બોગસ દવાખાનું ચલાવતાં ઇસમોએ ઝડપી પાડ્યા છે. ગામમાં અલગ-અલગ જગ્યાએ 3
 
હડકંપ@પાલનપુર: એક જ ગામમાંથી એકસાથે 3 બોગસ ડોક્ટર ઝબ્બે, મચી ગયો કોલાહલ

અટલ સમાચાર ડોટ કોમ, ગઢ

કોરોના કહેર વચ્ચે ગઢ પોલીસે એક જ દિવસમાં અને એક જ ગામમાં એકસાથે 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડતાં કોલાહલ મચી ગયો છે. ગઢ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી હતી. જ્યાં કોઇપણ પ્રકારની ડીગ્રી કે સર્ટીફીકેટ વગર બોગસ દવાખાનું ચલાવતાં ઇસમોએ ઝડપી પાડ્યા છે. ગામમાં અલગ-અલગ જગ્યાએ 3 ઇસમો ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરતાં હતા. જેથી પોલીસે દવાઓ સહિત મેડિકલના સાધનો સાથે રૂ.36,140નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયને ઝડપી ગુનો દાખલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@પાલનપુર: એક જ ગામમાંથી એકસાથે 3 બોગસ ડોક્ટર ઝબ્બે, મચી ગયો કોલાહલ

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના સાસમ ગામેથી એક જ દિવસમાં 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે. વિગતો મુજબ ગઢ PSI એલ.જે.વાળા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે સાસમ ગામે તપાસ કરતાં એકસાથે 3 ઇસમો ગેરકાયદેસર ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતાં ઝડપાયા હતા. પોલીસે ત્રણેય ઇસમોની સાથે અલગ-અલગ કંપનીની દવાઓ, મેડીકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હડકંપ@પાલનપુર: એક જ ગામમાંથી એકસાથે 3 બોગસ ડોક્ટર ઝબ્બે, મચી ગયો કોલાહલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઢ PSI સહિતની ટીમે એક જ ગામમાંથી અને એક જ દિવસે 3 બોગસ ડોક્ટરને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બોગસ ડોક્ટર હરેશસિંહ રાજપુત પાસેથી રૂ.4,195, અમરતભાઇ રાવળ પાસેથી રૂ.23,474 અને ગુણવંતભાઇ રાવળ પાસેથી રૂ.8,471નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ ત્રણેય ઇસમો સામે આઇપીસી 419, 336 અને ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટિશ એક્ટની કલમ 30, 35 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હડકંપ@પાલનપુર: એક જ ગામમાંથી એકસાથે 3 બોગસ ડોક્ટર ઝબ્બે, મચી ગયો કોલાહલ