હડકંપ@પાટણ: કોંગ્રેસના જીલ્લા અધ્યક્ષથી નારાજ 6 પ્રમુખોના રાજીનામા, અવગણનાનો આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાટણમાં અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. પાટણ જીલ્લા કોંગ્રેસના વિવિધ મોરચા અને વિભાગના 6 પ્રમુખોએ રાજીનામું ધરી દેતાં હડકંપ મચી ગયો છે. રાજીનામામાં પાટણ જીલ્લા પ્રમુખ દ્રારા પ્રમુખો અને તેમના કાર્યકરોની અવગણના અને અપમાન થતું હોવાનો ઉલ્લેખ છે. જોકે રાજીનામું આપનારા પ્રમુખોએ ગત દિવસોએ પ્રદેશ
 
હડકંપ@પાટણ: કોંગ્રેસના જીલ્લા અધ્યક્ષથી નારાજ 6 પ્રમુખોના રાજીનામા, અવગણનાનો આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાટણમાં અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. પાટણ જીલ્લા કોંગ્રેસના વિવિધ મોરચા અને વિભાગના 6 પ્રમુખોએ રાજીનામું ધરી દેતાં હડકંપ મચી ગયો છે. રાજીનામામાં પાટણ જીલ્લા પ્રમુખ દ્રારા પ્રમુખો અને તેમના કાર્યકરોની અવગણના અને અપમાન થતું હોવાનો ઉલ્લેખ છે. જોકે રાજીનામું આપનારા પ્રમુખોએ ગત દિવસોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુલાકાત કરી આ બાબતે રજૂઆત કરી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પ્રદેશ પ્રમુખે અઠવાડીયામાં આ બાબતનો ઉકેલ લાવવાનો દિલાસો આપ્યો હતો.

હડકંપ@પાટણ: કોંગ્રેસના જીલ્લા અધ્યક્ષથી નારાજ 6 પ્રમુખોના રાજીનામા, અવગણનાનો આક્ષેપ
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ શંકરજી ઠાકોર સામે ગંભીર આક્ષેપ કરી વિવિધ મોરચા અને વિભાગના 6 પ્રમુખોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામામાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરની સત્તા લાલશા, જોહુકમી અને સતત અવગણના કરાતી હોવાનો ઉલ્લેખ કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. પાટણ જિલ્લા સેવા દળ પ્રમુખ, પાટણ જિલ્લા ઓ.બી.સી પ્રમુખ, પાટણ જિલ્લા સેવાદળ યંગ બ્રિગેડ પ્રમુખ, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ, પાટણ, જિલ્લા મહિલા સેવાદળ પ્રમુખ, લીગલ સેલ પ્રમુખે રાજીનામું આપ્યુ હોવાનું સામે આવ્યુ છે. જોકે હજી સુધી પ્રદેશ પ્રમુખે રાજીનામાનો સ્વિકાર કર્યો નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લાની જ વાત નથી પરંતુ દર ચૂંટણી વખતે કોંગ્રેસમાં નારાજગી સામે આવતી હોય છે. હવે પાટણ જીલ્લા કોંગ્રેસના વિવિધ મોરચા અને વિભાગના 6 પ્રમુખોએ રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂંકપ સર્જાયો છે. રાજ્યમાં આગામી ચૂંટણી 2022માં યોજાનાર છે તે પૂર્વે કોગ્રેસમાં અગાઉની જેમા અત્યારથી જ રાજીનામા પડવાની શરૂઆત થતાં આગામી સમયમાં રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.

શું કહ્યું પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરે ?

પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મને મીડિયાના માધ્યમથી રાજીનામાની જાણ થઇ છે. જોકે હું આવતીકાલે અન્ય કામથી પ્રદેશ પ્રમુખને મળવાનો હોઇ આ બાબતે યોગ્ય નિરાકરણ આવી જશે. આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, પક્ષનો દરેક કાર્યકર્તા મારા માટે સન્માનનિય જ હોય. રાજીનામાની વાતમાં તેમને વધુ કહ્યું હતુ કે, ઘીના ઢામમાં ઘી ઢળી જશે.

શું કહ્યું પાટણ જીલ્લા સેવાદળ પ્રમુખ વિનોદ ઠાકોરે ?

હડકંપ@પાટણ: કોંગ્રેસના જીલ્લા અધ્યક્ષથી નારાજ 6 પ્રમુખોના રાજીનામા, અવગણનાનો આક્ષેપ

સમગ્ર મામલે પાટણ જીલ્લા સેવાદળ પ્રમુખ વિનોદ ઠાકોરે પુછતાં તેઓએ જણાવ્યું હતુ કે, જીલ્લા પ્રમુખ દ્રારા સતત અમારી અવગણના થઇ રહી છે. પાણી માથાથી ઉપર જતાં અમારે આ પગલું ભરવું પડ્યુ છે. આ મામલે અમે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુલાકાત કરી રજૂઆત કરી હતી. જેમાં અમિત ચાવડાએ બે-ત્રણ દિવસમાં આ બાબતે ઉકેલ લાવવાનું કહ્યુ છે.

શું કહ્યું પાટણ જીલ્લા કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડના પ્રમુખે ?

હડકંપ@પાટણ: કોંગ્રેસના જીલ્લા અધ્યક્ષથી નારાજ 6 પ્રમુખોના રાજીનામા, અવગણનાનો આક્ષેપ

સમગ્ર મામલે પાટણ જીલ્લા કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડના પ્રમુખ અમિત પ્રજાપતિને પુછતાં જણાવ્યું હતુ કે, સતત અમારી અને અમારા કાર્યકર્તાઓની અવગણના થતી હોઇ અમે રાજીનામું આપ્યુ છે. પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરતાં તેઓએ ત્રણ દિવસમાં આ બાબતે યોગ્ય નિર્ણય કરવા કહ્યુ હતુ. જો ફરી અમોને પ્રદેશ કોંગ્રેસ તરફથી બોલાવાશે તો અમો અમારો પક્ષ રજુ કરીશુ. આ સાથે ઉમેર્યુ હતુ કે, કોંગ્રેસથી પક્ષથી અમોને કોઇ નારાજગી નથી. અમો કોંગ્રેસની સાથે જ છીએ. પરંતુ અમારી અવગણના થતી હોઇ અમોએ રાજીનામું આપ્યુ છે.

હડકંપ@પાટણ: કોંગ્રેસના જીલ્લા અધ્યક્ષથી નારાજ 6 પ્રમુખોના રાજીનામા, અવગણનાનો આક્ષેપ