આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે પાટણ હાઇવે પરથી મોડીરાત્રે ટ્રકમાંથી 11 ભેંસો મરણતોલ હાલતમાં મળી આવતાં હડકંપ મચી ગયો છે. જાગૃત નાગરિકે ચોક્કસ બાતમી આધારે પોલીસને ટ્રકની માહીતિ આપી અને પોતે પણ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી. ગઇકાલે ભેંસો ભરીને આવેલી ટ્રકના ચાલકને પકડવા લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ દરમ્યાન પોલીસ કાફલો પણ ઉતારી દેવાયો હોવાથી અને લોકોની ભારે ભીડને જોઇ ચાલક દૂર ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. જે બાદમાં તપાસ કરતાં અંદરથી ખીચોખીચ હાલતમાં ભરેલ 11 ભેંસો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ જાગૃત નાગરિકે એ ડીવીઝન પોલીસ મથકે ફરાર ટ્રકચાલક સામે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણમાં ગઇકાલે રાત્રે મરણતોલ હાલતમાં ભેંસો ભરેલી ટ્રક ઝડપાતાં હડકંપ મચી ગયો છે. પાટણમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં અલ્પેશકુમાર બારોટને ગઇકાલે તેમના મિત્રએ ફોન કરી કહેલ કે, ઉંમરી ગામ તરફથી એક ટ્રક પશુઓ ભરી કતલખાને લઇ જવા માટે પાટણ તરફ આવી રહી છે. જેને લઇ અલ્પેશકુમારે પોલીસ કંટ્રોલરૂમને ફોન કરી નાકાબંધી કરવા જાણ કરી હતી. રાત્રિના 10 વાગ્યાના સુમારે સુદામા ત્રણ રસ્તા નજીક ભેંસો ભરીને આવેલી ટ્રકના ચાલકને પકડવા લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ દરમ્યાન પોલીસની પાંચથી વધુ ગાડીઓનો કાફલો અહીં દોડી આવ્યો હતો. લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હોઇ કોઇ અયોગ્ય ઘટના ન બને તેને લઇ પોલીસે ટોળું વિખેરવા મથામણ હાથ ધરી હતી. આ પછી ટ્રકમાં ભરેલી ભેંસોને યોગ્ય સ્થળે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બાતમીવાળી ટ્રકનો ચાલક ભીડને જોઇ અંધારાનો લાભ લઇ ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. જે બાદમાં ટ્રકને સુદામા હોટલ નજીકની ખુલ્લી જગ્યાએ લઇ જઇ તપાસ કરતાં અંદરથી 11 ભેંસો મળી આવી હતી. જેમાં પશુઓ માટે ટ્રકમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરી ન હતી. આ તરફ અલ્પેશકુમારે ફરાર ટ્રકચાલક સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમની કલમ 8, 5, 6 અને પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમ કલમ 11(1)(d), 11(1)(e), 11(1)(f), 11(1)(h) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code