હડકંપ@વડાલી: નજીવી બાબતે ટોળાંએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો, 16 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડાલી વડાલી તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ ખેડૂત પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે ફરીયાદીના ખેતરમાં ખેડાણ માટે આવેલ ટ્રેક્ટરનું ટાયર આરોપી ઇસમના ખેતરમાં પડ્યુ હતુ. જેને લઇ ઇસમે ઉશ્કેરાઇ જઇ ફોન પર ગાળાગાળી કરી હતી. જેને લઇ ફરીયાદી ખેડૂત ભાઇઓ સાથે વાતચીત કરવા ઇસમના ઘરે ગયા બાદ
 
હડકંપ@વડાલી: નજીવી બાબતે ટોળાંએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો, 16 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડાલી

વડાલી તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ ખેડૂત પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે ફરીયાદીના ખેતરમાં ખેડાણ માટે આવેલ ટ્રેક્ટરનું ટાયર આરોપી ઇસમના ખેતરમાં પડ્યુ હતુ. જેને લઇ ઇસમે ઉશ્કેરાઇ જઇ ફોન પર ગાળાગાળી કરી હતી. જેને લઇ ફરીયાદી ખેડૂત ભાઇઓ સાથે વાતચીત કરવા ઇસમના ઘરે ગયા બાદ ત્યાં ઇસમોએ માથાકૂટ કરતાં તેઓ પરત પોતાના ઘરે આવ્યા હતા. જે બાદમાં 16 ઇસમોનું ટોળું ફરીયાદીના ઘરે ઘસી આવી ઘરના સભ્યો સાથે મારઝૂડ કરી હોવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ઘટના સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના થુરાવાસ ગામે નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલે બપોરના સમયે ગામના ખેડૂત મુકેશભાઇ ધુળાભાઇ પટેલના ખેતરમાં જમીન ખેડી પરત જતું ટ્રેક્ટરનું અડધું ટાયર ગામના અજયભાઇ ચંદુભાઇ ઠાકરડાના ખેતરમાં પડેલ. જેને લઇ અજયભાઇએ ફોન કરી મુકેશભાઇને ગાળાગાળી કરતાં ફરીયાદી સહિતના ભાઇઓ અજયભાઇના ખેતરમાં થયેલ નુકશાન બાબતે કહેવા ગયા હતા. જ્યાં અજયભાઇ, તેમના પત્નિ અને માતાએ મુકેશભાઇને ગડદાપાટુનો માર અને ગળામાં નખ માર્યા હતા. આ તરફ હાજર ફરીયાદીના ભાઇઓને તેમને વધુ મારમાંથી બચાવી પોતાના ઘરે આવતાં રહ્યા હતા.

હડકંપ@વડાલી: નજીવી બાબતે ટોળાંએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો, 16 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ
આરોપીઓના નામ

આ દરમ્યાન થોડીવાર પછી ઇશ્વરભાઇ દોલાભાઇ ઠાકરડાં, ઇશ્વરભાઇ કાનાભાઇ ઠાકરડા, દેવાભાઇ ધુળાભાઇ ઠાકરડા, નવઘણભાઇ શંકરભાઇ ઠાકરડા, જીતાભાઇ ધુળાભાઇ ઠાકરડા, શાંતાબેન ચંદુભાઇ ઠાકરડા, આશાબેન અજયભાઇ ઠાકરડા, અળખીબેન ડાહ્યાભાઇ ઠાકરડા, ડાહ્યાભાઇ નારાભાઇ ઠાકરડા, ભેરાભાઇ જીતાભાઇ ઠાકરડા, શાન્તાબેન શેનાભાઇ ઠાકરડા, કોદીબેન ઇશ્વરભાઇ ઠાકરડા, ગોપાલભાઇ ઠાકરડા, વસંતભાઇ જિતાભાઇ ઠાકરડા, કૈલાશબેન હરેશભાઇ ઠાકરડા સહિતના મુકેશભાઇના ઘરે આવી પહોંચ્યાં હતા. જ્યાં ઇસમોએ મુકેશભાઇના પત્નિ કાન્તાબેન સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારતાં સોનાની ચેઇન તોડી નાંખતાં ક્યાંક પડી ગઇ હતી.

હડકંપ@વડાલી: નજીવી બાબતે ટોળાંએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો, 16 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે ઇસમોએ મારામારી કરતાં પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. આ સાથે મુકેશભાઇની ભત્રીજીએ બુમાબુમ કરતાં સ્થાનિકો દોડી આવતાં મુકેશભાઇ સહિતના પરિવારને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ સાથે જતાં જતાં ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાને લઇ મુકેશભાઇએ 16 લોકોના નામજોગ વડાલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમો સામે આઇપીસી કલમ 143, 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હડકંપ@વડાલી: નજીવી બાબતે ટોળાંએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો, 16 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ
જાહેરાત