હડકંપ@નવસારી: કલેક્ટરના પીએ સહિત એકસાથે 26ને કોરોના, ચેપનો વિસ્ફોટ

અટલ સમાચાર, ડેસ્ક નવસારી જીલ્લામાં આજે એકસાથે 26 પોઝીટીવ દર્દીઓ સામે આવતાં આરોગ્યમાં દોડધામ મચી છે. નવસારીનાનું વિજલપોર કોરોના હોટસ્પોટ તરફ આગળ વધી રહ્યુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે નવસારીના જીલ્લા કલેક્ટરના પીએ અને તેના પત્નિનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ કલેક્ટર સહિત સ્ટાફે સેલ્ફ ક્વોરેન્ટાઇન થવુ
 
હડકંપ@નવસારી: કલેક્ટરના પીએ સહિત એકસાથે 26ને કોરોના, ચેપનો વિસ્ફોટ

અટલ સમાચાર, ડેસ્ક

નવસારી જીલ્લામાં આજે એકસાથે 26 પોઝીટીવ દર્દીઓ સામે આવતાં આરોગ્યમાં દોડધામ મચી છે. નવસારીનાનું વિજલપોર કોરોના હોટસ્પોટ તરફ આગળ વધી રહ્યુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે નવસારીના જીલ્લા કલેક્ટરના પીએ અને તેના પત્નિનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ કલેક્ટર સહિત સ્ટાફે સેલ્ફ ક્વોરેન્ટાઇન થવુ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારી જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે એક સાથે બપોરનાં સમય સુધીમાં 26 કેસ નોંધવામાં આવ્યા છે. નવસારીનું વિજલપોર કોરોના હોટ સ્પોટ બની રહ્યુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. આજે સામે આવેલા કેસમાં નવસારી જીલ્લા કલેક્ટરના પીએ દિવાકર બધેકાનો અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચિંતામાં આવી ગયું છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે સામે આવેલા 26 નવા કોરોના પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીમાં કોરોના પ્રઝિટિવ કેસની સંખ્યા જીલ્લામાં 131 થઇ ગઇ છે. જ્યારે 45 લોકો કોરોના સામેની જંગ જીતી રિકવર થયા છે, જીલ્લામાં અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે અને હાલ 81 એક્ટિવ કેસ નોંધવામાં આવે છે.