આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ ઉપર હુમલો થવાની ઘટનાઓ સામે આવી રહી છે. મહેસાણા તાલુકાના ગામે પણ આશાવર્કર બેનની સાથે પણ ગામના જ વ્યક્તિએ અશોભનિય વર્તન કરી ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ આશાવર્કર બહેને આરોપી ઇસમ સામે સાંથલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જોકે મહેસાણા જીલ્લામાં એપેડેમીક ડીસીઝ(એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,2020 મુજબ પ્રથમ ગુનો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બલોલ ગામે આશાવર્કર બહેન સાથે અશોભનિય વર્તન અને ઝપાઝપી થઇ હોવાનું સામે આવ્યુ છે. બલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા બહેન ગામમાં કોરોનાને લઇ માહિતી મેળવી રહ્યા હતા. આ દરમ્યાન ગામના જ પટેલ કમલેશભાઇ ઉર્ફે લાલાભાઇ બાબુભાઇ રહે. બલોલ વાળાએ દવા લેવાના બહાને ફરીયાદીને જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા. આ સાથે ગાળો બોલી આબરૂ લેવાના ઇરાદે હાથ પકડી ઝપાઝપી કરતા ફરીયાદીને હાથે ઇજા પણ પહોંચી હતી.

સમગ્ર મામલે ફરીયાદી આશાવર્કર બહેને સાંથલ પોલીસ મથકે આરોપી ઇસમ સામે ફરીયાદ નોંધાવી હતી. ભારત સરકારે આજે જ એપેડેમીક ડીસીઝ(એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ અમલમાં લાવેલ છે. જેથી સાંથલ પોલીસે આરોપી સામે એપેડેમીક ડીસીઝ(એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,2020ની કલમ 3(1), 3(2)(i), 3(3) અને એટ્રોસીટી એક્ટ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ 2005ની કલમ 54(A)(B) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code