હડકંપ@ઉ.ગુ: અલગ-અલગ લગ્નપ્રસંગમાં ગાઇડલાઇન ભંગની 4 ફરીયાદ, 25 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું હોઇ દરરોજ 3 આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે પણ લગ્ન માટે પૂર્વ મંજૂરી મેળવવા અને લગ્નમાં ગાઇડલાઇનનું પાલન કરવા કડક સુચના આપેલ છે. આમ છતાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં લગ્નમાં ગાઇડલાઇનના ભંગ મામલે એક જ
 
હડકંપ@ઉ.ગુ: અલગ-અલગ લગ્નપ્રસંગમાં ગાઇડલાઇન ભંગની 4 ફરીયાદ, 25 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું હોઇ દરરોજ 3 આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે પણ લગ્ન માટે પૂર્વ મંજૂરી મેળવવા અને લગ્નમાં ગાઇડલાઇનનું પાલન કરવા કડક સુચના આપેલ છે. આમ છતાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં લગ્નમાં ગાઇડલાઇનના ભંગ મામલે એક જ દિવસે કુલ 4 ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વરરાજા, વરરાજાના પિતા, ડીજે સાઉન્ડ, મંડપ અને ફોટોગ્રાફરો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભિલોડાના જાયલા ગામે ડીજે બોલાવી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યુ

હડકંપ@ઉ.ગુ: અલગ-અલગ લગ્નપ્રસંગમાં ગાઇડલાઇન ભંગની 4 ફરીયાદ, 25 સામે ગુનો દાખલ

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના જાયલા ગામે 24 એપ્રિલે લગ્નપ્રસંગે કોઇ પૂર્વ મંજૂરી મેળવી ન હતી. આ સાથે કૌશિકભાઇ કાન્તિભાલ બરંડાના લગ્નમાં મંજૂરી વગર ડીજે બોલાવી લોકોને ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. સમગ્ર મામલે ભિલોડા પોલીસે વરરાજા, વરરાજાના માતા-પિતા સહિત કુલ પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં કાન્તીભાઇ જગનાજી બરંડા, ગૌરીબેન કાન્તિભાઇ બરંડા, કૌશિકભાઇ કાન્તિભાઇ બરંડા, રમશેભાઇ જગ્નાજી બરંડા, મંજૂલાબેન રમેશભાઇ બરંડા સામે આઇપીસી 269, 270, 188, 114 અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધનસુરામાં લગ્નપ્રસંગે ડી.જે. બોલાવી ભીડ ભેગી કરતાં ફરીયાદ

હડકંપ@ઉ.ગુ: અલગ-અલગ લગ્નપ્રસંગમાં ગાઇડલાઇન ભંગની 4 ફરીયાદ, 25 સામે ગુનો દાખલ

અરવલ્લી જીલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બીલવણીયા નજીક પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને ડી.જે.અવાજ સંભળાતા તપાસ કરી હતી. જ્યાં બીલવણીયા ગામના રમણભાઇ કાનાભાઇ રાઠોડના દીકરા કીરીટકુમાર રમણભાઇ રાઠોડના લગ્ન પ્રસંગે ડી.જે.બોલાવાયુ હોવાનું સામે આવ્યુ હતુ. જોકે તપાસ કરતાં કોઇએ પણ માસ્ક નહીં પહેર્યુ હોઇ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હતો. જેથી પોલીસે વરરાજા કિરીટકુમાર રમણભાઇ રાઠોડ, વરરાજાના પિતા રમણભાઇ કાનાભાઇ રાઠોડ અને ડીજે માલિક શૈલેષભાઇ ગોબરભાઇ ખાંટ સહિતના સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ત્રણેય સામે આઇપીસી 269, 270, 188, 114 અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તલોદના રાણીપુર ગામે લગ્ન પ્રસંગે 100 લોકો ભેગા થતાં ફરીયાદ

હડકંપ@ઉ.ગુ: અલગ-અલગ લગ્નપ્રસંગમાં ગાઇડલાઇન ભંગની 4 ફરીયાદ, 25 સામે ગુનો દાખલ

સાબરકાંઠા જીલ્લાના તલોદ પંથકના રાણીપુર ગામે યોજાયેલા લગ્નપ્રસંગમાં 100થી વધુ લોકો ભેગા થતાં ફરીયાદ નોંધાઇ છે. રાણીપુર ગામે કીરીટસિંહ ચૌહાણની દીકરીના લગ્ન હોઇ કોઇપણ પૂર્વ મંજૂરી વગર લગ્નનું આયોજન કર્યુ હતુ. જેથી પોલીસે તપાસ કરતાં 100થી વધુ લોકો ઉપસ્થિત હોઇ પોલીસને જોઇ નાસી છુટ્યા હતા.

હડકંપ@ઉ.ગુ: અલગ-અલગ લગ્નપ્રસંગમાં ગાઇડલાઇન ભંગની 4 ફરીયાદ, 25 સામે ગુનો દાખલ
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સમગ્ર મામલે પોલીસે કિરીટસિંહ બાબુસિંહ ચૌહાણ, સર્વેસિંહ જગતસિંહ મકવાણા, ભુપતસિંહ દલપતસિંહ ખાંટ, ફુલસંગ ઉદેસંગ ખાંટ, તખતસિંહ કેશરીસિંહ ખાંટ, લાલસિંહ જગતસિંહ મકવાણા અને ઉમેદસિંહ ચેતનસિંહ મકવાણા સહિતના સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તમામ સામે આઇપીસી 269, 270, 188, 144, મહામારી અધિનિયમની કલમ 3 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોશીના ગામે લગ્નપ્રસંગે ડીજે વરઘોડા કાઢતાં ફરીયાદ

હડકંપ@ઉ.ગુ: અલગ-અલગ લગ્નપ્રસંગમાં ગાઇડલાઇન ભંગની 4 ફરીયાદ, 25 સામે ગુનો દાખલ

સાબરકાંઠા જીલ્લાના પોશીના ગામે મહેન્દ્રભાઇ કુન્દનભાઇ સોનીના દીકરા હિમાંશુભાઇના લગ્ન હોઇ વરઘોડો નિકાળ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતાં કોઇપણ પૂર્વ મંજૂરી મેળવ્યાં વગર લગ્નનું આયોજન કર્યાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે પોશીના પોલીસે વરરાજા, વરરાજના માતા-પિતા, ડીજે માલિક સહિત કુલ 10 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

હડકંપ@ઉ.ગુ: અલગ-અલગ લગ્નપ્રસંગમાં ગાઇડલાઇન ભંગની 4 ફરીયાદ, 25 સામે ગુનો દાખલ
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

પોલીસે મહેન્દ્રભાઇ કુદંનભાઇ સોની, રમીલાબેન મહેન્દ્રભાઇ સોની, હિમાંશુભાઇ મહેન્દ્રભાઇ સોની, નારાયણકુમાર કુંદનભાઇ સોની, મનિષભાઇ જયંતિભાઇ પંચાલ, નિલેષભાઇ જયંતિભાઇ પંચાલ, નરેશકુમાર છગનલાલ સોની, અંકુશ રમેશભાઇ સોની, ગોવિંદભાઇ પટેલ અને બેંન્ડવાળા અશોકભાઇ સામે આઇપીસી 269, 270, 188, 114 ,ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(a) અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.