હડકંપ@હિંમતનગર: 52 બાઇક ચોર્યાનો ઘટસ્ફોટ, 13.70 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગર LCBની ટીમે બાતમી આધારે બાઇકચોરી ગેંગના 4 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે ઝડપાયેલા ઇસમોની પુછપરછમાં બાઇકચોરીના 52 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સાબરકાંઠા SPની સુચનાથી LCB PIના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવાઇ હતી. જેમાં ચોક્કસ બાતમી આધારે ઇડરથી હિંમતનગર આવતાં 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇસમો પાસેથી રીની
 
હડકંપ@હિંમતનગર: 52 બાઇક ચોર્યાનો ઘટસ્ફોટ, 13.70 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગર LCBની ટીમે બાતમી આધારે બાઇકચોરી ગેંગના 4 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે ઝડપાયેલા ઇસમોની પુછપરછમાં બાઇકચોરીના 52 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સાબરકાંઠા SPની સુચનાથી LCB PIના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવાઇ હતી. જેમાં ચોક્કસ બાતમી આધારે ઇડરથી હિંમતનગર આવતાં 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇસમો પાસેથી રીની 52 મોટર સાયકલો કિં.રૂ 13,70,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ગેંગના અન્ય 4 ઇસમોને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા SP નિરજુકુમારે મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB ટીમ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ તરફ ચોક્કસ બાતમી મળેલ કે, રાજસ્થાનથી બાઇક ચોરી કરતી “બાજ ગેંગ” નો મુખ્ય સુત્રધાર તેના સાગરીતો સાથે 2 નંબર પ્લેટ વગરના બાઇક લઇ ઇડરથી હિંમતનગર આવી રહ્યો છે. જેને લઇ ટીમે તાત્કાલિક વક્તાપુરની સીમમાં સાંઇબાબા મંદીર નજીક વોચ ગોઠવી ઇસમોને ઝડપી પાડ્યા હતા.

હડકંપ@હિંમતનગર: 52 બાઇક ચોર્યાનો ઘટસ્ફોટ, 13.70 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઝડપાયેલા ઇસમોની કડક પુછપરછ કરતાં તેમને અલગ-અલગ જગ્યાએથી બાઇકો ચોર્યાની કબૂલાત કરી હતી. આ સાથે જે બંને બાઇક સાથે ઇસમો ઝડપાયા તે તપાસ કરતાં બંને બાઇકો પણ ચોરીના હોવાનું ખુલ્યુ હતુ. જેને લઇ ટીમે બન્ને મોટર સાયકલોની કિં.રૂ 55,000 ગણી સી.આર.પી.સી. કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી તપાસ કરી હતી. જેમાં બાઇકચોરીના 52 ગુન્હાઓનો ભેદ ઉકેલાયો છે.

હડકંપ@હિંમતનગર: 52 બાઇક ચોર્યાનો ઘટસ્ફોટ, 13.70 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝબ્બે

આ સાથે ચારેય આરોપીઓને LCB ખાતે લાવી ઉંડાણપુર્વકની પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં આરોપીઓએ ગુજરાત તથા રાજસ્થાનના અલગ અલગ જીલ્લા શહેર જેવા કે સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, રાજસ્થાનના ઉદયપુર, નાથદ્વારા, પીંડવાડા, સ્વરૂપગંજ, રોહીડા, અંબામાતા વગેરે વિસ્તારોમાંથી કુલ 52 મોટર સાયકલોની ચોરી કરેલાની કબુલાત કરી હતી. આ સાથે પોતાની આ ગેંગનું નામ “બાજ ગેંગ” રાખેલાનો ખુલાસો કરેલ જેથી ચારેય આરોપીઓને પકડી તેમની પાસેથી ચોરીની 52 મોટર સાયકલો કિં.રૂ 13,70,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

ઝડપાયેલા ઇસમોના નામ

  1. શકીલખાન રફીકખાન શેખ, ઉ.વ-27, રહે.મસ્જીદ પાછળ, કોટડા છાવણી, તા.કોટડા છાવણી, જી.ઉદેપુર (રાજસ્થાન)
  2. નરેશભાઇ નાથુભાઇ શંકરભાઇ મેઘવાલ (પરમાર), ઉ.વ-22, રહે.છીપાલા, પોસ્ટ-મોડી, તા.ગોગુન્દા, જી.ઉદેપુર (રાજસ્થાન)
  3. ગોમારામ પનીયારામ બુંબડીયા, ઉ.વ-21, રહે.કુકાવાસ, તા.કોટડા, જિ.ઉદયપુર (રાજસ્થાન)
  4. રમેશકુમાર બતીયાભાઇ જુમાભાઇ નાગોતર (મીણા), ઉ.વ-21, રહે.ઉપલી સુબરી, પોસ્ટ-કોટડા, તા.કોટડા, જી.ઉદેપુર (રાજસ્થાન)

પકડવાના બાકી આરોપીઓના નામ

  1. બાદલ લાલીયાભાઇ ગમાર, રહે.બુજા, રાજસ્થાન
  2. સુરેશ પરેશરામ, રહે.થલા, રાજસ્થાન
  3. રાજુ અણદા બંબડીયા, રહે.કુકાવાસ, તા.કોટડા, જી.ઉદેપુર
  4. લસન શાન્તીયા, રહે.કોટડા છાવણી, જી.ઉદેપુર

LCBએ સ્પેશ્યલ ટીમ બનાવી ઇસમોને ઝડપી પાડ્યા

સાબરકાંઠા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજરે જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા માટે આપેલ સુચના આપી હતી. જેને લઇ LCB PI એમ.ડી.ચંપાવતના માર્ગદર્શન મુજબ PSI જે.પી.રાવ, ASI વિક્રમસિંહ, AHC મો.સલીમ , સનતકુમાર, કલ્પેશકુમાર, AOC પ્રહર્ષકુમાર, અમરતભાઇ, વિજયભાઇ, પ્રકાશભાઇ, ડ્રા.PC પ્રહલાદસિંહ સહિતની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ઇસમોને ઝડપી પાડ્યા છે.