હડકંપ@હિંમતનગર: LCBએ 900ના રેમડેસિવિર ઇન્જેક્શન 25,000માં વેચતાં 4 ઇસમને દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર કોરોનાકાળ વચ્ચે સાબરકાંઠા LCBએ સક્રિયતા દાખવી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં ઇસમોએ ઝડપી પાડ્યા છે. LCBની ટીમે ચોક્કસ બાતમી મેળવી ડમી ગ્રાહકને ઇસમ પાસે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે મોકલ્યો હતો. જે બાદમાં બે ઇસમોને સ્થળ પરથી રંગહાથે ઝડપી પાડ્યા બાદ તે ઇસમોની પુછપરછ કરતાં અન્ય બે ઇસમોને દબોચી લીધા હતા. આ
 
હડકંપ@હિંમતનગર: LCBએ 900ના રેમડેસિવિર ઇન્જેક્શન 25,000માં વેચતાં 4 ઇસમને દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

કોરોનાકાળ વચ્ચે સાબરકાંઠા LCBએ સક્રિયતા દાખવી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં ઇસમોએ ઝડપી પાડ્યા છે. LCBની ટીમે ચોક્કસ બાતમી મેળવી ડમી ગ્રાહકને ઇસમ પાસે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે મોકલ્યો હતો. જે બાદમાં બે ઇસમોને સ્થળ પરથી રંગહાથે ઝડપી પાડ્યા બાદ તે ઇસમોની પુછપરછ કરતાં અન્ય બે ઇસમોને દબોચી લીધા હતા. આ તરફ સમગ્ર કાંડનો હજી એક ઇસમ ફરાર હોઇ તેને પણ શોધવા કવાયત હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઇસમો 2000ના 3 ઇન્જેક્શન 75,000માં વેચતાં હોવાનું ખુલ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા SP નિરજ બડગુજરે જીલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી રોકવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એમ.ડી.ચંપાવતના માર્ગદર્શન હેઠળ LCB PSI જે.પી.રાવની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઉત્તમ સોલંકી નામનો ઇસમ જે એનેસ્થેટીક ડોક્ટરોના ખાનગી આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતો હોઇ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરે છે. જેથી ટીમે તાત્કાલિક પંચો સાથે રાખી નકલી ગ્રાહકને મોકલી કુલ 4 ઇસમોને રંગેહાથે ઝડપી પાડ્યા છે.

હડકંપ@હિંમતનગર: LCBએ 900ના રેમડેસિવિર ઇન્જેક્શન 25,000માં વેચતાં 4 ઇસમને દબોચ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBની ટીમના નકલી ગ્રાહકે ફોન કરતાં ઇસમે એક ઇન્જેક્શનના 30,000 કીધા બાદ રકઝકને અંતે 25,000 નક્કી થયા હતા. જે બાદમાં કુલ 3 ઇન્જેક્શન 75,000માં લેવાનું નક્કી થયુ હતુ. જે બાદમાં સ્થળ પરથી LCBએ સ્થળ પરથી 2 ઇસમોને ઝડપી બાદમાં બીજા 2 ઇસમોને પણ ઝડપી પાડ્યા હતા. જોકે હજી એક ઇસમને પકડવાનો બાકી હોઇ તેની પણ શોધખોળ શરૂ કરી છે. આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શન કિ.રૂ.2,899, મોબાઇલ ફોન નંગ-4, કિ.રૂ.20,000, એક્ટિવા કિ.રૂ.60,000, બાઇક કિ.રૂ.40,000 મળી કુલ કિ.રૂ.1,22,899નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

આ ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરાઇ

હડકંપ@હિંમતનગર: LCBએ 900ના રેમડેસિવિર ઇન્જેક્શન 25,000માં વેચતાં 4 ઇસમને દબોચ્યાં

સાબરકાંઠા LCBની ટીમે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં કમલેશ ધર્માભાઇ રાઠોડ (ઇડર), ઉત્તમ જયંતિભાઇ સોલંકી (હિંમતનગર), પિયુષ અંબાલાલ પટેલ(હિંમતનગર) અને દિનેશ જીવભાઇ વણકર(હિંમતનગરને ઝડપી પાડ્યા છે. આ સાથે સચિન નામનો ઇસમ ફરાર હોઇ તેને શોધવા કવાયત શરૂ કરી છે. આ સાથે તમામ સામે હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકે જરૂરી ચીજ વસ્તુઓનો અધિનિયમની કલમ 3, 7, 11, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53, મહામારી અધિનિયમની કલમ 3 અને ઔષધ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમની કલમ 27 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.