હડકંપ@હિંમતનગર: ટેક્સ ટીમે 2016માં સીઝ કરેલો 6.90 કરોડનો જથ્થો 2017માં ગાયબ, 4 વર્ષે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમનતગરમાં ટાઇલ્સ કંપનીમાં થયેલી તપાસ બાદ જે ઘટનાક્રમ સામે આવ્યો છે તે ચોંકાવનારો બન્યો છે. કેન્દ્રની ટેક્સ ટીમે વર્ષ 2016માં તપાસ કરી કરોડોની કિંમતનો ટાઇલ્સનો જથ્થો ફેક્ટરીમાં જ સીઝ કર્યો હતો. આ દરમ્યાન ફેક્ટરીના સંચાલકને વ્યાજ-દંડ સહિતની રકમ ભરે ત્યાં સુધી જથ્થો જે તે સ્થિતિમાં જાળવી રાખવા કહ્યુ હતુ. જોકે
 
હડકંપ@હિંમતનગર: ટેક્સ ટીમે 2016માં સીઝ કરેલો 6.90 કરોડનો જથ્થો 2017માં ગાયબ, 4 વર્ષે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમનતગરમાં ટાઇલ્સ કંપનીમાં થયેલી તપાસ બાદ જે ઘટનાક્રમ સામે આવ્યો છે તે ચોંકાવનારો બન્યો છે. કેન્દ્રની ટેક્સ ટીમે વર્ષ 2016માં તપાસ કરી કરોડોની કિંમતનો ટાઇલ્સનો જથ્થો ફેક્ટરીમાં જ સીઝ કર્યો હતો. આ દરમ્યાન ફેક્ટરીના સંચાલકને વ્યાજ-દંડ સહિતની રકમ ભરે ત્યાં સુધી જથ્થો જે તે સ્થિતિમાં જાળવી રાખવા કહ્યુ હતુ. જોકે સરેરાશ એક વર્ષમાં 6 કરોડથી વધુની સીઝ કરેલ ટાઇલ્સ ગાયબ જોવા મળી હતી. ફેક્ટરીમાં સીઝ કરેલી ટાઇલ્સ જોવા નહીં મળતાં અધિકારીઓએ રીપોર્ટ કર્યો હતો. ઘટનાને પગલે છેક 4 વર્ષે ફેક્ટરી સંચાલક વિરૂધ્ધ ગુનો દાખલ થતાં અનેક સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના હાજીપુર ગામ પાસે આવેલી રીજેન્ટ ગ્રેનીટો(ઇન્ડીયા)લીમીટેડ નામની ટાઇલ્સ બનાવતી ફેક્ટરીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફેક્ટરીમાં જુલાઇ-2015થી સપ્ટેમ્બર-2016 સુધીની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી બાકી હતી. આથી અધિકારીઓએ તપાસ કરી રૂ.5,48,24,087 તથા તેનું વ્યાજ રૂ.86,83,564 તથા દંડ રૂ.51,50,213 સહિત રૂ.6 કરોડ 86 લાખ 57 હજાર 864 ભરવાનો હુકમ કર્યો હતો. આ રકમ ભરપાઇ ત્યાં સુધી કેન્દ્રીય જીએસટી વિભાગની ટીમે તા.10-11-2016 અલગ-અલગ ટાઇલ્સના બોક્સની ગણતરી કરી હતી. જેમાં કુલ કિ.રૂ.6,90,02,232નો મુદ્દામાલ ફેક્ટરીમાં જ ડીટેઇન કર્યો હતો. જોકે બીજા વર્ષે અધિકારીઓએ તપાસ કરતાં 6.90 કરોડની ટાઇલ્સ ગાયબ જોવા મળી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સેન્ટ્રલ જીએસટીની ટીમે ફેક્ટરીમાં પહોંચી મુદ્દામાલ સીઝ કર્યા બાદ ડીરેક્ટર શૈલેષ પટેલ પાસેથી મુદ્દામાલ સાચવવાની બાંહેધરી લીધી હતી. જોકે 20-04-2017ના રોજ જીએસટીના અધિકારીએ તપાસ કરતાં ફેક્ટરી બંધ હાલતમાં પડેલી હતી. જેથી તપાસ કરતાં રૂ.6,90,02,232ની ટાઇલ્સમાંથી માત્ર 18 લાખની જ ટાઇલ્સ હાજર હતી. જેથી ફેક્ટરીના સંચાલક શૈલેષ પટેલ દ્રારા ટાઇલ્સો સ્થળ પરથી અન્યત્ર ખસેડી અથવા છુપાવી દીધી હોવાનું અધિકારીઓએ નોંધી ઉપલી કક્ષાએ રીપોર્ટ કર્યો હતો. જે બાદમાં ઉપરી અધિકારીએ આદેશ કરતાં છેક 4 વર્ષે કંપનીના ડીરેક્ટર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ દાખલ થઇ છે. હિંમતનગર એ ડીવીઝન પોલીસે આરોપી શૈલેષ પટેલ સામે આઇપીસી કલમ 406, 420, 424 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.