હડકંપ@ઇડર: કંપનીમાં રોકાણ કરાવી 2 યુવક સાથે 14.06 લાખની છેપરપિંડી, 2 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડરમાં બે યુવકોને મહેસાણાના ઇસમોએ વિશ્વાસમાં લઇ 14.06 લાખની છેપરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. વર્ષ 2019માં ઇડરમાં મહેસાણાના 2 ઇસમોએ ખાનગી કંપનીમાં રોકાણ કરવા સેમિનાર કર્યો હતો. જેમાં ફરીયાદી અને અન્ય એક યુવકને કંપનીમાં રોકાણ કરી ટુંક સમયમાં વધુ નફો કમાવવાની લોભામણી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો. જે
 
હડકંપ@ઇડર: કંપનીમાં રોકાણ કરાવી 2 યુવક સાથે 14.06 લાખની છેપરપિંડી, 2 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડરમાં બે યુવકોને મહેસાણાના ઇસમોએ વિશ્વાસમાં લઇ 14.06 લાખની છેપરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. વર્ષ 2019માં ઇડરમાં મહેસાણાના 2 ઇસમોએ ખાનગી કંપનીમાં રોકાણ કરવા સેમિનાર કર્યો હતો. જેમાં ફરીયાદી અને અન્ય એક યુવકને કંપનીમાં રોકાણ કરી ટુંક સમયમાં વધુ નફો કમાવવાની લોભામણી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદમાં કંપનીમાં રોકાણ કરવાં 18.42 લાખ લઇ ફરીયાદી સહિતનાને 4.36 લાખ પરત આપ્યા હતા. જે બાદમાં એમઓયુ મુજબ પાક્તી મુદ્દતે પૈસા નહીં આપતાં બે ઇસમ સામે છેપરતિંડીની ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં ખાનગી કંપનીમાં રોકાણ કરવાનું કહી ઇસમોએ બે યુવકો સામે 14.06 લાખની છેપરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ઇડરના શેરપુરના સંકેતકુમાર ભગાભાઇ પટેલ અને હિંમતનગરના તેજપુરાના દિપકકુમાર મનહરભાઇ પટેલ ગત દિવસોએ ઇડરની એક હોટલમાં રાખેલા સેમિનારમાં ગયા હતા. જ્યાં એફ.એક્સ, બુલ્સ વેલ્થ મેનેજમેન્ટ કંપનીના ડીરેક્ટરો દિક્ષિત શાંતિલાલ સુથાર (રહે.ગોકળગઢ, તા.જી.મહેસાણા) અને પ્રદિપભાઇ સાલુભાઇ ચૌધરી(રહે.ગોકળગઢ)વાળાઓએ તેમને વિશ્વાસમાં લીધા હતા.

હડકંપ@ઇડર: કંપનીમાં રોકાણ કરાવી 2 યુવક સાથે 14.06 લાખની છેપરપિંડી, 2 સામે ગુનો દાખલ
જાહેરાત

આ દરમ્યાન આ બંને ઇસમોએ સંકેતકુમાર અને દિપકકુમારને કંપનીમાં રોકાણ કરવાના જુદા-જુદા પ્લાન સમજાવી ટુંક સમયમાં વધુ નફો કમાવવાની લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. જે બાદમાં બંને પાસેથી 18,42,500નું રોકાણ કરાવ્યુ હતુ. આ સાથે એમઓયુ ના એગ્રીમેન્ટ પ્રમાણે પાક્તી મુદ્દતે નક્કી કરેલ સમયગાળામાં પૈસા પરત આપવાના થતાં હતા. જોકે કંપની દ્રારા અત્યાર સુધી માત્ર 4,36,425 પરત આપી અને 6 માસની મુડી પરત કરવાની થતી હોવા છતાં 14,06,075 પરત કર્યા ન હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, એમઓયુ મુજબ 6 મહિના થઇ જવા છતાં પૈસા નહીં મળતાં ફરીયાદીએ આરોપીઓનો સંપર્ક કર્યો હતો. જેથી તેમને બહાના બતાવી અને ખોટા-ખોટા વાયદા કર્યા હતા. આ સાથે અમો તમને પૈસા પરત આપી શકીએ તેમ નથી પરંતુ અમે એક જમીન ખરીદી હોઇ તેના પ્લોટીંગમાંથી પ્લોટ તમારા નામે કરી આપીશુ તેવો ભરોસો આપ્યો હતો. આ સાથે પ્રદિપે કહેલ કે, તમને કોઇ રૂપિયા મળશે નહીં થાય તે કરી લેજો. જેથી ફરીયાદીએ બંને શખ્સો સામે ઇડર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. ઇડર પોલીસે બંને સામે આઇપીસી કલમ 406, 420, 120B, 34, GPIDIની કલમ 3 અને ઇનામી છેતરપિંડી અને પૈસા સર્કયુલેશ સ્કીમ બુધ અધિનિયમની કલમ 4, 5, 6 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.