હડકંપ@ઉ.ગુ: સર્વ શિક્ષાના કરારી નિવૃત્તી બાદ પણ ટકાવારી ભૂલ્યા નહિ, ઉઘરાણી કરવા સાઈટ ઉપર પહોંચ્યા

 
Utar gujeat
નિવૃત્ત કરારી મથામણના ભાગરૂપે અચાનક સાઈટ ઉપર પહોંચી જતાં સૌ કોઈ ચોંકી ગયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


નિવૃત્તિ પછી કાયમી હોય કે કરારી કર્મચારીઓ પોતાના અંગત કામે લાગી જતાં હોય છે પરંતુ ઉત્તર ગુજરાતના એક કરારી કર્મચારીએ ચોંકાવનારી કુટેવ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. આ નિવૃત્ત કરારી કર્મચારી જ્યારે નોકરી કરતાં હતાં ત્યારે ટકાવારી/ઉઘરાણીની કુટેવ ધરાવતાં હતા. નિવૃત્તિ પછી પણ આ ટેવ ચાલુ રાખી જૂના હિસાબોની ટકાવારી લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઠેકેદાર કે તેના માણસો અથવા કરારીના મળતિયાને હિસાબોની યાદ અપાવી થાકી ગયેલા આ નિવૃત્ત કરારી અચાનક સાઈટ ઉપર પહોંચી ગયા હતા. સાઈટ ઉપર આ કરારીને જોઈ ચોંકી ગયેલા થર્ડ પાર્ટીના માણસને પણ નવાઈ લાગી હતી. જાણીએ કેમ અને કેવી રીતે કેટલો હિસાબ લેવા દોડી રહ્યા આ નિવૃત્ત કરારી.


ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સર્વ શિક્ષામાં કરાર આધારિત નોકરી કરી નિવૃત્ત થયેલા કરારી જૂની ટેવ આજેપણ ભૂલ્યા નથી. સાઇટોના બાંધકામમાં ટકાવારીનો મીઠો મધપૂડો ચાખી ગયેલા આ નિવૃત્ત કરારી જૂના હિસાબોની દોડધામમાં લાગ્યા છે. નિવૃત્તિ પહેલાં જે કંઈ સાઇટ હતી અને તેના ઠેકેદાર અથવા કોઈ માણસો સાથે ડિલીગ હતી તે હવે ખેંચવા મથામણ કરી રહ્યા છે. નિવૃત્ત કરારી મથામણના ભાગરૂપે અચાનક સાઈટ ઉપર પહોંચી જતાં સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારે અંદરોઅંદરની વાતચીતથી ભાંડો ફૂટ્યો કે, જૂના હિસાબો બાકી છે તે લેવા મહાશય આવ્યા છે. વાંચો નીચેના ફકરામાં કેટલા લાખનો હિસાબ છે બાકી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોઢે મીઠાં અને ધાર્મિક વાતો કરતા આ નિવૃત્ત કાકા સાઈટ ઉપર જતાં પણ ખચકાતાં નથી. ત્યારે વાતચીતમાં ધ્યાને આવ્યું કે, નિવૃત્તિ પહેલાંનો ટકાવારીનો સરેરાશ 25 લાખનો હિસાબ બાકી છે. આ હિસાબ નાણાં ફરતાં થતાં નિવૃત્ત કાકા દોડધામ કરી રહ્યા છે ત્યારે ડીઆર નામે થર્ડ પાર્ટીએ ટકોર પણ કરી હતી. જાણકારોના મતે, આ નિવૃત્ત કાકા સ્વભાવે સરળ છે પરંતુ નિવૃત્તી પછીનો આટલો મોટો હિસાબ હોય તો ફરજ દરમ્યાન કેટલા ભેગાં કર્યાં હશે અથવા કેટલા ભેગા કરાવી આપ્યા હશે તે સૌથી મોટો સવાલ છે.