વાવાઝોડું@હારિજ: વાતાવરણમાં પલટો, પતરા ઉડ્યા, ખેતી પાક બગડ્યો

અટલ સમાચાર, હારીજ કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે હારીજ પંથકમાં ભારે પવન સાથે વાવાઝોડું આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ કોરોના વાયરસનો કહેર, એક તરફ જોરદાર ગરમી વચ્ચે વરસાદ આવ્યો છે. બપોર બાદ પંથકના વાતાવરણમાં ભારે ઉથલપાથલ સર્જાઇ હતી. જેમાં હારીજ, ચાણસ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવ્યુ હતુ. અચાનક કમોસમી વરસાદથી ખેડૂતોના
 
વાવાઝોડું@હારિજ: વાતાવરણમાં પલટો, પતરા ઉડ્યા, ખેતી પાક બગડ્યો

અટલ સમાચાર, હારીજ

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે હારીજ પંથકમાં ભારે પવન સાથે વાવાઝોડું આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ કોરોના વાયરસનો કહેર, એક તરફ જોરદાર ગરમી વચ્ચે વરસાદ આવ્યો છે. બપોર બાદ પંથકના વાતાવરણમાં ભારે ઉથલપાથલ સર્જાઇ હતી. જેમાં હારીજ, ચાણસ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવ્યુ હતુ. અચાનક કમોસમી વરસાદથી ખેડૂતોના મહામહેનતને તૈયાર થયેલા કૃષિપાકને મોટુ નુકશાન થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ પંથકમાં ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું હતું. કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે અમુક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અચાનક ભરઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોને બાજરી, જાર, એરંડા અને તંબાકુ જેવા કૃષિપાકને ભારે નુકશાનની શક્યતા સેવાઇ રહી છે. હારિજ માં પવન સાથે આવેલા વરસાદ થી પતરા ઉડતા જોવા મળ્યા હતા.