આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદમાં જીવન ઝડપી હોવાના કારણે પતિ-પત્ની એકબીજાને સંપૂર્ણ સમય આપવા પરેશાન રહે છે. જેથી સમયાંતરે પતિ, પત્ની ઓર વો જેવી ઘટનાઓ વધી રહી છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પ મોટાપાને લઈને દંપતી વચ્ચે સંઘર્ષ થયો હતો. આ દરમિયાન અન્ય મહિલા સાથે પતિના સંબંધનો આખો મુદ્દો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

માહિતી મુજબ આમ તો બંગાળના પણ હાલ અમદાવાદ શહેરના આનંદનગરના પ્રહલાદનગર વિસ્તારમાં આ પતિ-પત્નીએ પ્રેમ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું હતું. લગ્નના 5 વર્ષ પછી પતિએ તેમની પત્નીને મોટી-જાડી જેવા મહેણા મારી બડાશ મારવાનું શરૂ કર્યું હતું. જેથી દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પતિએ તેમની પત્ની સાથે બોલવાનું પણ ઘટાડી દીધું હતું.

સમયગાળા દરમિયાન પતિને બીજી સ્ત્રી સાથે પ્રેમ શરૂ થયો હતો. તાજેતરમાં પતિના ફોનમાં અન્ય છોકરીની તસવીરો પત્નીને મળી આવી હતી. તેના પતિની બીજી છોકરી સાથેના ચિત્રો જોઇ પત્ની ભડકી ઉઠી હતી.  જેથી તેના પતિને પણ પૂછ્યું હતું. પતિએ કોઈ જવાબ આપવાને બદલે પત્નીને માર માર્યો હતો. પત્ની પોતાના પતિના વર્તનમાં સુધારો ન આવતા ઘર છોડી જતી રહી હતી. આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પોલીસે દંપતિને સમજાવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ પતિએ પરિણીતાને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. પોલીસે દંપતિનું ઘર ન તુટે તે માટે યુવાનની પ્રેમિકાને બોલાવીને પણ સમજાવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code