હ્યુન્ડાઈ કંપની લોન્ચ કરશે કારઃ જેની સવારીથી લોકો કહેશે ‘‘તમે તો અમીર છો’’

અટલ સમાચાર, ડેસ્ક હ્યુન્ડાઈ પોતાની નવી પ્રોડક્ટને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. દક્ષિણ કોરિયાની દિગ્ગજ કાર નિર્માતા કંપની પોતાની QXi સબકોમ્પેક્ટ SUVને એપ્રિલમાં થનારા ન્યુઓર્કમાં રજૂ કરશે. પોતાની આ ગ્લોબલ SUVને હ્યુન્ડાઈ ભારતની સાથે યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ ઉતારશે. ભારતીય બજારમાં કંપની પોતાની આ કારને 7.5 લાખ રૂપિયાથી લઈને 11 લાખ રૂપિયાની એક્સ શો-રૂમ પ્રાઈઝ
 
હ્યુન્ડાઈ કંપની લોન્ચ કરશે કારઃ જેની સવારીથી લોકો કહેશે ‘‘તમે તો અમીર છો’’

અટલ સમાચાર, ડેસ્ક

હ્યુન્ડાઈ પોતાની નવી પ્રોડક્ટને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. દક્ષિણ કોરિયાની દિગ્ગજ કાર નિર્માતા કંપની પોતાની QXi સબકોમ્પેક્ટ SUVને એપ્રિલમાં થનારા ન્યુઓર્કમાં રજૂ કરશે. પોતાની આ ગ્લોબલ SUVને હ્યુન્ડાઈ ભારતની સાથે યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ ઉતારશે.

હ્યુન્ડાઈ કંપની લોન્ચ કરશે કારઃ જેની સવારીથી લોકો કહેશે ‘‘તમે તો અમીર છો’’
file photo

ભારતીય બજારમાં કંપની પોતાની આ કારને 7.5 લાખ રૂપિયાથી લઈને 11 લાખ રૂપિયાની એક્સ શો-રૂમ પ્રાઈઝ પર લોન્ચ કરી શકે છે. આ કાર પેટ્રોલ અને ડિઝલ એમ બંને વેરિયન્ટમાં આવશે. તેની સાથે જ તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ વિકલ્પ મળશે. હ્યુન્ડાઈમાં પાવર માટે 1 લીટરનું ટર્બચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને નવા 1.5 લીટરનું ડિઝલ પાવરટ્રેન આપવામાં આવી શકે છે. તેમજ આ કારનું એન્જિન 100bhpનો મેક્સિમમ પાવર જનરેટ કરશે. નવી સિગ્નેચર કેરકેડિંગ ફ્રન્ટ ગ્રિલ, આઈબ્રો લાઈટ્સની સાથે તેના લુકમાં થોડો બદલાવ જોવા મળી શકે છે.