રથયાત્રા@અમદાવાદઃ રથયાત્રા નિકળે તે માટે રાજ્ય સરકારે દરેક મદદ કરીઃ મહંત દિલિપદાસજી

રથયાત્રા ન નીકળી શકવાનું જેટલુ દુખ મહંતને છે તેટલું મને પણ છેઃ પ્રદિપસિંહ જાડેજા અટલ સમાચાર. અમદાવાદ અમદાવાદની રથયાત્રા પર સરકાર સાથે વ્યક્તિગત વાંધો નથી. કોઇએ ગેરસમજમાં ન રહેવું, હાઇકોર્ટના ચુંકાદાથી વાંધો નથી પણ ચુંકાદો વહેલા આવ્યો હોત તો સારૂ હતું તેમ નિવેદન આપતા મહંત દિલિપદાસજીએ જણાવ્યુ હતું. નોધનીય છે કે, ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા
 
રથયાત્રા@અમદાવાદઃ રથયાત્રા નિકળે તે માટે રાજ્ય સરકારે દરેક મદદ કરીઃ મહંત દિલિપદાસજી

રથયાત્રા ન નીકળી શકવાનું જેટલુ દુખ મહંતને છે તેટલું મને પણ છેઃ પ્રદિપસિંહ જાડેજા

અટલ સમાચાર. અમદાવાદ

અમદાવાદની રથયાત્રા પર સરકાર સાથે વ્યક્તિગત વાંધો નથી. કોઇએ ગેરસમજમાં ન રહેવું, હાઇકોર્ટના ચુંકાદાથી વાંધો નથી પણ ચુંકાદો વહેલા આવ્યો હોત તો સારૂ હતું તેમ નિવેદન આપતા મહંત દિલિપદાસજીએ જણાવ્યુ હતું. નોધનીય છે કે, ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નહીં યોજી શકવાને લઈ વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મહંત વચ્ચે બેઠક પુર્ણ થયા બાદ અમદાવાદ જગન્નાથ મંદરના મહંત દિલીપદાસ મહારાજે પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી. આમ રથયાત્રા વિવાદનો 24 કલાકમાંજ સુખદ અંત આવ્યો છે.

દિલિપદાસજી મહારાજે જણાવ્યુ હતું કે, સરકારના વલણ અંગે કોઇ નિવેદન નતુ આપ્યું, કોર્ટના ચુકાદા પર મારુ ધ્યાન ન હતું.અમદાવાદમાં રથયાત્રા નિકળે તે માટે રાજ્ય સરકારે દરેક મદદ કરી છે. કોર્ટે વહેલો ચુકાદો આપ્યો હોત તો સુપ્રિમકોર્ટમાં અરજી કરી શક્યા હોત. ઓડિસાની રથયાત્રાને કોર્ટે શરતોને આધિનમંજુરી આપી હતી. રાજ્ય સરકાર સાથે વ્યક્તિગત રીતે કોઇ વાધો નથી. રાજ્ય સરકારે રાતદિવસ રથયાત્રા નીકળે તે માટે મહેનત કરી છે. હાઇકોર્ટના ચુકાદાથી વાંધો નથી.

આ અગાઉ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, મહંત દિલિપદાસજી સાથે તમામ મુદ્દે સરકાર સતત ચર્ચા કરતી રહી, રથયાત્રા ન નીકળી શકવાનું જેટલુ દુખ મહંતને છે તેટલું મને પણ છે. અદાલત શરતી મંજુરી આપે તે માટે સરકાર તરફથી તમામ પ્રયાસ થયા હતા. અષાઢી બીજે 11 વાગ્યા સુધી રથયાત્રા પુર્ણ થાય તે માટે સરકારની તૈયારી હતી. કોંગ્રેસના આરોપોને ફગાવ્યા હતા. અને પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ હતું કે કોંગ્રેસને ભાજપને કહેવાનો કોઇ અધિકાર નથી. કોંગ્રેસે લઘુમતિને પંપાળવાનું કામ કર્યુ છે. અદાલતની મંજુરી મળી હોત તો સરકાર રથયાત્રાનું આયોજન કરવા તૈયાર હોવાની સ્પષ્ટતા કરી હતી. દિલિપજી મહારાજે સંતોષ વ્યક્ત કર્યો છે.