idar mochi samaj
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ઈડર

સાબરકાંઠા જીલ્લાના ઈડર ખાતે  દેવ દરબાર આશ્રમના મહંત પૂ. ઉમાનંદજી મહાજના અધ્યક્ષ સ્થાને ઈડર પરગણા મોચી સમાજનો પ્રથમ સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું.

સાબરકાંઠા જીલ્લાના પાંચ પરગણા પૈકી ઈડર પરગણા મોચી સમાજનુ પ્રથમ સ્નેહ સંમેલન ઈડરના ગંભીરપુરામાં દેવ દરબાર આશ્રમમાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. સમાજની દ્રિતીય પરિચય પુસ્તિકાનુ વિમોચન કરવામાં આવ્યુ હતુ સાથે ઉચ્ચ ડીગ્રીઓ મેળવેલ 39 વિધાથીઁઓને સન્માનીત કરાયા હતા.

જયારે ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલ 50 કર્મચારીઓને ફુલછડી, સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માનીત કરાયા હતા. સમાજના શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોએ ઉચ્ચ અભ્યાસ માટે વિધાર્થીઓને સમજ આપી હતી. તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. નાની બાળકીઓ દ્વારા બેટી બચાવો વિશે વ્યકતવ્ય દ્વારા અપીલ કરી હતી.

આ સંમેલનનુ સંચાલન કનુભાઈ ચૌહાણ, ચીનુભાઈ ચૌહાણ, સુરેશભાઈ ચૌહાણ, ડૉ. ગીરીશભાઈ ચૌહાણે સફળતા પૂર્વક કર્યું હતુ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code