file photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

આગામી પાંચ માર્ચ 2020થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આમ તો વિદ્યાર્થી પોતાના વિદ્યાર્થી જીવનકાળમાં પરીક્ષાઓ આપતા જ હોય છે. પરંતુ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ડર બોર્ડની પરીક્ષાનો હોય છે. ખાસ કરીને ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાને લઈને વધુ ડર હોય છે. કારણ કે ધોરણ 10 પછી જ કારકિર્દીની દિશાઓ ખુલતી હોય છે. કયા ક્ષેત્રમાં જવું તે ધોરણ 10 પછી નક્કી થતું હોય છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર વધુ હોય છે. તો ધોરણ 12નાં વિદ્યાર્થીઓ કેવી રીતે વધુ સારા માર્ક લાવી ઉત્તીર્ણ થવાય તેની મહેનત કરતા હોય છે. પરંતુ પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવા માટે પરીક્ષાનું પરફેક્ટ પ્લાનિંગ જરુરી છે. જે માટે જો આ પાંચ ટીપ્સ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો પરીક્ષામાં ધારી સફળતા હાંસલ કરી શકાય.

વહેલી સવારનું વાંચન, ખોરાકનું ધ્યાન, અભ્યાસનું ટાઈમ ટેબલ, કોન્સેપ્ટની સમજ અને ટોપિકની નોંધ. આ પાંચેય ટિપ્સને વિગતે સમજવાનો પ્રયાસ કરીએ તો. વહેલી સવારનું વાંચન અભ્યાસ માટેનો અને તેમાંય ખાસ કરીને વાંચન માટેનો શ્રેષ્ઠ સમય છે. કારણ કે સવારનાં સમયે વાતાવરણ શાંત હોય છે. આખી રાત પુરતી ઉંઘ લીધા પછી વહેલી સવારે ઉઠીને વાંચન કરવામાં આવે તો વાંચેલુ સરળતાથી યાદ રહે છે. પુરતી અને સારી ઉંઘ થયા પછી શરીર તાજગી અને ઉર્જાથી ભરેલું હોય છે. જેથી વહેલી સવારમાં વાચવું ખુબ જ લાભદાયક નીવડે છે.

ખોરાકનું ધ્યાન પરીક્ષા દરમિયાન અભ્યાસ પર ધ્યાન રાખવાની સાથે સાથે આપણે શું ખાઈ રહ્યાં છીએ તેનું પણ ધ્યાન રાખવું એટલુ જ જરુરી છે. કારણ કે પરીક્ષાની તૈયારી કરતી વખતે વિદ્યાર્થી સંતુલિત આહાર લે તે જરુરી છે. જે માટે જે ખોરાકમાં પ્રોટિનની માત્રા વધુ હોય તે ખોરાક ખાવો જોઈએ. સાથે વિદ્યાર્થીઓએ ફાસ્ટ ફુડથી દૂર રહેવું જોઈએ. કારણ કે ફાસ્ટ ફુડથી ઉંઘ આવે છે અને પરીક્ષામાં એકાગ્રતા ઘટી શકે છે. તરબૂચ, લીંબું પાણી, સૂપ જેવા પ્રવાહી પદાર્થોનું સેવન વધારે કરવું જોઈએ. તબીબો પણ હેલ્થી ફુડની સલાહ આપે છે. હેલ્થી ફુડથી સ્મરણશક્તિ વધે છે અને શરીરમાં ચુસ્તી સ્કૂર્તિ રહે છે.

સ્ટડી ટાઈમ ટેબલ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે તેનું ટાઈમ મેનેજમેન્ટ પણ એટલુ જ જરુરી છે. પહેલા વિષય વાર અભ્યાસનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. સાથે કયા વિષયમાં કમજોરી છે અથવા તેના પર ધ્યાન આપવાની જરુર છે. તો તે વિષય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. એટલુ જ નહિ જે વિષય પર સારી એવી પકડ છે તો તે પકડને વધુ મજબુત કરવા તે વિષયને પણ પુરતો સમય આપવો. જેથી તે વિષયથી વધુ સારા માર્કસ મેળવી શકાય છે.

કોન્સેપ્ટની સમજકોઈ પણ વિષયનો જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરે છે ત્યારે તે વિષયની ગોખણપટ્ટી કરવાની જગ્યાએ તેના કોન્સેપ્ટને સમજવો વધુ જરુરી છે. ગોખણ પટ્ટી કરવાથી માત્ર એકવાર જ યાદ રહે છે અને સમય આવે તે વાંચેલુ બાષ્પીભવન થઈ જાય છે. તો વળી કેટલીક વાર પરીક્ષામાં ટવીસ્ટ કરીને પુછાયેલા પ્રશ્નોનો જવાબ આપી શકાતો નથી. જો મગજમાં વિષયનો કોન્સેપ્ટ ક્લીયર હશે તો ગમે તે રીતે ટવીસ્ટ કરીને પુછાયેલા પ્રશ્નનો જવાબ આપી શકાશે. જેથી કોઈ પણ વિષયના કોન્સેપ્ટની સમજ વધુ ઉપયોગી નીવડે છે. એ કોન્સેપ્ટ સમજાશે તો તે વિષયને સમજવો અઘરો નહિ રહે.

ટોપિકની નોંધ પરીક્ષામાં કેટલું વાંચ્યુ તે જરુરી નથી પણ કેવું વાંચ્યુ તે જરુરી છે. કારણ કે અભ્યાસ માટે પાંચ કલાક વાંચન કર્યું હશે પરંતુ તેની નોંધ નહિ બનાવી હોય તો આ પાંચ કલાક વાંચેલું પણ વ્યર્થ બની રહેશે. જેથી જે પણ વાંચન કરવામાં આવે છે તેના ટોપીકની નોંધ કરવી જરુરી છે. કારણ કે વિષયના પોઈન્ટ યાદ હશે તો તે પોઈન્ટના આધારે તે વિષયની અંદરની વિગત ઝડપથી યાદ રહી જશે. જેથી જે પણ વિગતનું વાંચન કરવામાં આવે છે તેના ટોપિકના પોઈન્ટસની નોંધ રાખવી જરુરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code