શું તમારે ધનની ખૂબ જરૂર છે તો કરો આ ઉપાય જીવનમાં નહીં થાય ધનની ઊણપ

અટલ સમાચાર, ડેસ્ક જ્યોતિષશાસ્ત્ર સામાન્ય માણસને સમજવું અધરું છે. કોઇને પણ આનું જ્ઞાન મેળવવા માટે ઘણું વાંચન કરવાની જરૂર છે. પરંતુ એવું પણ ઘણું છે જેનાથી આપણે તેને સરળતાથી સમજી શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુના સારા પ્રભાવથી વ્યક્તિને ધન, ધર્મ, જ્ઞાન અને સન્માનની પ્રાપ્તિ થાય છે. અટલ સમાચાર આપના
 
શું તમારે ધનની ખૂબ જરૂર છે તો કરો આ ઉપાય જીવનમાં નહીં થાય ધનની ઊણપ

અટલ સમાચાર, ડેસ્ક

જ્યોતિષશાસ્ત્ર સામાન્ય માણસને સમજવું અધરું છે. કોઇને પણ આનું જ્ઞાન મેળવવા માટે ઘણું વાંચન કરવાની જરૂર છે. પરંતુ એવું પણ ઘણું છે જેનાથી આપણે તેને સરળતાથી સમજી શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુના સારા પ્રભાવથી વ્યક્તિને ધન, ધર્મ, જ્ઞાન અને સન્માનની પ્રાપ્તિ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વૈવાહિક જીવનના સુખ માટે પણ આ ગ્રહને જવાબદાર માનવામાં આવે છે. જેથી ગુરુની કૃપાદ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે. પરંતુ દરેક સમયે ગુરુનો પ્રભાવ તમારા પર શુભ હોય તેવું જરૂરી નથી. તો અહીં એવા થોડા કામ દર્શાવવામાં આવે છે કે જે કરવાથી ગુરૂની કૃપા તમારા પર હંમેશા રહે. આ સાથે આ તમામ કામ ગુરૂવારે કરવાથી ઉત્તમ ફળ મળે છે.

જો ગુરૂ ગ્રહ નબળો હશે તો તમારી ઉન્નતિ અટકી જશે અને તેના પ્રભાવને દૂર કરવા માટે ગુરૂવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઇએ. અગિયારસનાં દિવસે કેળાનાં ઝાડની પૂજા કરવી. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. ગુરુવારે હળદર અથવા કેસરનું તિલક કરવું.ગુરુવારે ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને કેળા, ગોળ-દાળીયા, ચણાનો લોટ અને ખાંડનો પ્રસાદ ધરાવવો. પૂજા કરી પ્રસાદ લોકોમાં વહેંવો. ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા. નવા કામની શરૂઆત ગુરુવારે કરવી. ખાસ કરીને એ કામ કે જેનાથી ધનલાભ થવાનો હોય તે કામની શરૂઆત ગુરુવારે કરવી.