ઈમ્પેક્ટ@અંબાજી: ગંદકીને પગલે કલેક્ટરની જાત તપાસ, અનેકને ખખડાવ્યા

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા ) જગદંબાના ધામ અંબાજી ખાતે ગંદકી હોવાનો અટલ સમાચાર ડોટ. કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેને ગંભીરતાથી લઈ કલેક્ટર અને ડીડીઓ સહિતની ટીમ અંબાજી પહોંચી જાત તપાસ કરી હતી. માત્ર મંદિર પરિસર જ નહિ આખા ગામમાં ફરીને ગંદકી શોધી લાગતાં વળગતાને ખખડાવ્યા હતા. અહેવાલની અસર એટલા હદે થઈ છે
 
ઈમ્પેક્ટ@અંબાજી: ગંદકીને પગલે કલેક્ટરની જાત તપાસ, અનેકને ખખડાવ્યા

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા )

જગદંબાના ધામ અંબાજી ખાતે ગંદકી હોવાનો અટલ સમાચાર ડોટ. કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેને ગંભીરતાથી લઈ કલેક્ટર અને ડીડીઓ સહિતની ટીમ અંબાજી પહોંચી જાત તપાસ કરી હતી. માત્ર મંદિર પરિસર જ નહિ આખા ગામમાં ફરીને ગંદકી શોધી લાગતાં વળગતાને ખખડાવ્યા હતા. અહેવાલની અસર એટલા હદે થઈ છે કે, હવે પછી અંબાજીમા ગંદકી થશે તો કર્મચારી અને અધિકારીને કાયદાકીય જોખમ થશે.

બનાસકાંઠા જિલ્લાની અંબાજી ગ્રામ પંચાયત નજીક ગંદકી હોવાનો અહેસાસ અટલ સમાચાર ડોટ કોમમાં જોઇ વહીવટી તંત્ર ચોંકી ઉઠયું હતું. કલેક્ટર રવિવારે તાત્કાલિક અસરથી ટીમ સાથે માં અંબાના ધામ દોડી ગયા હતા. અંબાજી ગામના અલગ અલગ સ્થળોએ ફરીને ગંદકી દૂર કરવા લાલ આંખ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીથી માંડી આરોગ્ય સહિતનાને કડક શબ્દોમાં સ્વચ્છતા જાળવવા કહ્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ પંચાયત અને આરોગ્ય સાથે ગંદકી દૂર કરતી એજન્સીને ખખડાવી હતી.

સંબંધીત ઓથોરિટીને જાણ કરી : કલેક્ટર

ગુજરાતનુ દેવીશક્તિનુ સૌથી મોટા અંબાજી યાત્રાધામની સુંદરતા જળવાઈ રહે તે માટે કલેક્ટર, DDO સહિતના અધિકારીઓ સાથે પહોંચ્યા હતા. મુલાકાતમા ગંદકી સંદર્ભે તેમણે ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું કે, સંબંધિત તમામ ઓથોરિટીને આ બાબતે તાકીદ કરાઈ છે.