આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા)

અંબાજી મંદિરે માનવ મહેરામણ ઉમટી રહ્યો હોઇ તંત્ર એક્ટિવ હોય પરંતુ ગામમાં ભયાનક દુર્ગંધથી રહીશો ત્રાહિમામ હતા. જેનો અહેવાલ અટલ સમાચાર ડોટ કોમ દ્વારા પ્રસિદ્ધ થતાં ગણતરીની મિનિટોમાં કાર્યવાહી શરૂ થઈ છે. યુધ્ધના ધોરણે રાતોરાત ગંદકી દૂર કરવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના માં અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. જેથી વહીવટી તંત્ર સ્વચ્છતા બાબતે ગંભીર બન્યું છે. જોકે અંબાજી ગામના બસસ્ટેન્ડ નજીક પંચાયતની મુતરડી ગંદકીથી ખદબદી રહી હોઇ બહાર જ પેશાબ કરાતો હતો. જેનાથી નજીક અનમોલ કોમ્પલેક્ષના રહીશો ગંદકીથી તોબા પોકારી ગયા હતા. સમગ્ર મામલે અટલ સમાચાર ન્યૂઝ પોર્ટલ દ્વારા અહેવાલ રજૂ થતાં તંત્રના વાચકમિત્રોએ નોંધ લીધી છે.

અટલ સમાચારના અહેવાલ બાદ ગણતરીની મિનિટોમાં જ રાતોરાત સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્રના આદેશને પગલે અધિકારીઓ તાત્કાલિક અસરથી દોડી આવી ગંદકી દૂર કરાવવા સહિતની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સમાચાર સાંજે 6 વાગ્યે પ્રસિદ્ધ થયા અને 10 વાગ્યે સફાઇ કરી લેવામાં આવી હતી.

swaminarayan

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code