IMPACT@અટલ: લાયકાત મામલે બનાસકાંઠાના પ્રોગ્રામ અધિકારીને દૂર કર્યા

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરની લાયકાત મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું છે. અટલ સમાચારના અહેવાલને પગલે તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરી વોટરશેડમા ખસેડવા આદેશ કર્યો છે. ડીડીપીસીમાં પ્રતિનિયુક્તિની સેવાઓ પૂર્ણ કરવા ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી ઘ્વારા બનાસકાંઠા ડીઆરડીએ નિયામકને પત્ર લખ્યો છે. બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખામાં છેલ્લા
 
IMPACT@અટલ: લાયકાત મામલે બનાસકાંઠાના પ્રોગ્રામ અધિકારીને દૂર કર્યા

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરની લાયકાત મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું છે. અટલ સમાચારના અહેવાલને પગલે તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરી વોટરશેડમા ખસેડવા આદેશ કર્યો છે. ડીડીપીસીમાં પ્રતિનિયુક્તિની સેવાઓ પૂર્ણ કરવા ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી ઘ્વારા બનાસકાંઠા ડીઆરડીએ નિયામકને પત્ર લખ્યો છે.

IMPACT@અટલ: લાયકાત મામલે બનાસકાંઠાના પ્રોગ્રામ અધિકારીને દૂર કર્યા

બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખામાં છેલ્લા કેટલાક મહિનાઓથી નાયબ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર તરીકે ગિરીશ વરેછાને ફરજ સોંપાઇ હતી. વોટરશેડમાંથી ડીડીપીસીમાં પ્રતિનિયુક્તિની તરીકે નિમણુંક બાદ લાયકાતનો પ્રશ્ન ઉભો થયો હતો. નાયબ જીલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર તરીકે અનુસ્નાતકની જરૂરીયાત સામે ગિરીશ વરેછા સ્નાતક હોવાનું સામે આવ્યુ હતુ.

સમગ્ર મામલે અટલ સમાચારના અહેવાલ બાદ મામલો બનાસકાંઠા ગ્રામવિકાસ એજન્સીથી ગાંધીનગર સ્થિત ગ્રામવિકાસ કમિશ્નરની કચેરી સુધી પહોંચી ગયો હતો. નિમણુંક સીઆરડી ઘ્વારા થઇ હોવાથી મદદનીશ કમિશ્નરે આદેશ કરી ગિરીશ વરેછાને ડીડીપીસી તરીકેની પ્રતિનિયુક્તિ તાત્કાલિક પુર્ણ કરી વોટરશેડ યોજનામાં પરત કરવા નિયામકને જણાવ્યુ છે. આ સાથે આગામી પાંચ દિવસમાં આઉટસોર્સિંગથી મેન પાવર મેળવી ડીડીપીસીની જગ્યા ભરવા જણાવ્યુ છે.

વોટરશેડના અન્ય કર્મચારીઓની પ્રતિનિયુક્તિ સામે આશંકા ?

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજય સરકારે તાજેતરમાં વોટરશેડના કર્મચારીઓને છુટા કરી દીધા છે. જેમાં કોર્ટ કેસ સંબંધિત કર્મચારીઓને અન્ય જગ્યાએ પ્રતિનિયુક્તિ અપાઇ છે. આથી પ્રતિનિયુક્તિ પર મુકેલા કર્મચારીઓ લાયકાત અને જોગવાઇ મુજબ જે તે ફરજ પર છે કે કેમ ? તેના પર આશંકા બની છે. બનાસકાંઠા ડીઆરડીએના ડીડીપીસી ગિરીશ વરેછાની જેમ અન્ય કોઇ કર્મચારીઓ આવી સ્થિતિએ હશે ? તેવા સવાલો ઉભા થયા છે.