અસર@બનાસકાંઠા: જીલ્લા પંચાયતના કર્મચારીઓને આખરે પોસ્ટિંગ અપાયા

અટલ સમાચાર,મહેસાણા છેલ્લા કેટલાય મહિનાઓથી બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં પ્રમોશન બાદ અટકી પડેલ પોસ્ટિંગનો મામલો અટલ સમાચારના અહેવાલને પગલે ગરમાયો છે. રાજકીય અને વહીવટી ભાગદોડ બાદ આખરે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેના પગલે જીલ્લા પંચાયતના કર્મચારી આલમમાં દિવસભર ચર્ચાનું વાતાવરણ બન્યુ હતુ. બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં પોસ્ટિંગ અધ્ધરતાલ રાખી કરવામાં આવેલી કથિત અને શંકાસ્પદ કામગીરીનો સ્ફોટક અહેવાલ
 
અસર@બનાસકાંઠા: જીલ્લા પંચાયતના કર્મચારીઓને આખરે પોસ્ટિંગ અપાયા

અટલ સમાચાર,મહેસાણા

છેલ્લા કેટલાય મહિનાઓથી બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં પ્રમોશન બાદ અટકી પડેલ પોસ્ટિંગનો મામલો અટલ સમાચારના અહેવાલને પગલે ગરમાયો છે. રાજકીય અને વહીવટી ભાગદોડ બાદ આખરે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેના પગલે જીલ્લા પંચાયતના કર્મચારી આલમમાં દિવસભર ચર્ચાનું વાતાવરણ બન્યુ હતુ.

બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં પોસ્ટિંગ અધ્ધરતાલ રાખી કરવામાં આવેલી કથિત અને શંકાસ્પદ કામગીરીનો સ્ફોટક અહેવાલ બાદ ખળભળાટ મચી ગયો હતો. આથી વહીવટી અને રાજકીય સત્તાધીશો ઉપર પોસ્ટિંગની અમલવારી કરવા બરોબરનું દબાણ આવ્યુ હતુ. આથી કેટલાય મહિનાઓથી કૃપાદ્રષ્ટિથી અડિંગો બનાવી બેઠેલા કર્મચારીઓ આખરે પોસ્ટિંગ બાદ નવિન જવાબદારી માટે તૈયાર થશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લા પંચાયતની બાંધકામ શાખામાં ફરજ બજાવતા વી.ડી.વ્યાસને ફરી એકવાર બાંધકામ શાખાના નાયબ ચીટનીશનો હવાલો સોંપવામાં આવતા કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો છે. વી.ડી.વ્યાસ માટે સીધી ભરતીમાં આવેલા મહિલા નાયબ ચીટનીશની બદલી કરી દેવામાં આવી છે. જેનાથી મોટું લોબિંગ થયુ હોવાની ચર્ચા જામી છે.

ઉલ્લેખનિય છે કે, પોસ્ટિંગને પગલે અનેક કર્મચારીઓની બદલી કરી દેવાતા કયાંક નારાજગી તો કયાંક ખુશીનો માહોલ બન્યો છે. આવી સ્થિતિમાં આગામી દિવસોએ ફરી એકવાર બદલી અને પોસ્ટિંગનો મામલો ગરમાઇ શકે છે. પોસ્ટિંગમાં 30થી વધુ ગ્રામસેવકને વિસ્તરણ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે

           નામ                                   કયાં હતા                                         કયાં મુકાયા

એ.જે.સોલંકી                            નાયબ ચીટનીશ વિકાસ જી.પં.                  મ.તા.વિ.અ. દાંતા
ઝેડ.કે. ધોરી                              મ.તા.વિ.અ. થરાદ                          નાયબ ચીટનીશ દાંતીવાડા
એમ.પી.જોષી                           નાયબ ચીટનીશ બાંધકામ જી.પં.         નાયબ ચીટનીશ ડી.આર.ડી.એ.
ડી.કે. પરમાર                           નાયબ ચીટનીશ ડી.આર.ડી.એ.               મ.તા.વિ.અ. શિહોરી
આર.કે.ચૌહાણ                           નાયબ ચીટનીશ શિક્ષણ જી.પં.             નાયબ ચીટનીશ વિકાસ જી.પં.
આર.એ. કટારિયા                       નાયબ ચીટનીશ તા.પં. ધાનેરા                મ.તા.વિ.અ.થરાદ
વી.ડી.વ્યાસ                            નાયબ ચીટનીશ બાંધકામ. જી.પં.         નાયબ ચીટનીશ બાંધકામ જી.પં.
એસ.જે.મકવાણા                      નાયબ ચીટનીશ શિક્ષણ જી.પં.                નાયબ ચીટનીશ ડી.આર.ડી.એ.
એ.જી. પરમાર                          નાયબ ચીટનીશ તા.પં. પાલનપુર       મ.તા.વિ.અ. તા.પં. પાલનપુર
ડી.એમ.રાઠોડ.                       નાયબ ચીટનીશ તા.પં.પાલનપુર         નાયબ ચીટનીશ. સભા શાખા જી.પં.
ડી.કે. જુડાલ                        નાયબ ચીટનીશ .શિૅક્ષણ.                      જી.પં. મ.તા.વિ.અ. થરાદ
એ.ડી. મોદી                           નાયબ ચીટનીશ બાંધકામ થરાદ                      મ.તા.વિ.અ. વાવ
ડી.એમ. ચૌધરી                              વિસ્તરણ ખેતી દાંતા                       વિસ્તરણ ખેતી હડાદ
જે.એ. ઠાકોર                                વિસ્તરણ ખેતી દિયોદર                      વિસ્તરણ ખેતી છાપી
કે.કે.ગેલોત                               વિસ્તરણ આઇઆરડી ડીસા                   વિસ્તરણ સહકાર ડીસા
એમ.બી. પરમાર                      આંકડા મદદનીશ અમીરગઢ                 આંકડા મદદનીશ પાલનપુર