ઈમ્પેક્ટ@બેચરાજી: રાંતેજની શાળા નજીકનું નાળુ બનાવવાનું કામ શરૂ

અટલ સમાચાર, મહેસાણા બેચરાજી તાલુકાના રાંતેજ ગામની શાળા નજીકનો મસમોટો ખાડો ખૂબ જ જોખમી હતો. જેનો અહેવાલ અટલ સમાચાર.કોમ દ્વારા કરવામાં આવતાં નાળાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી હવે શાળાના બાળકો સાથે માર્ગ પરના વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી છે. રાંતેજ ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થતાં માર્ગની અડીને મોટો ખાડો હતો. નાળુ બનાવવાની કામગીરી
 
ઈમ્પેક્ટ@બેચરાજી: રાંતેજની શાળા નજીકનું નાળુ બનાવવાનું કામ શરૂ

અટલ સમાચાર, મહેસાણા

બેચરાજી તાલુકાના રાંતેજ ગામની શાળા નજીકનો મસમોટો ખાડો ખૂબ જ જોખમી હતો. જેનો અહેવાલ અટલ સમાચાર.કોમ દ્વારા કરવામાં આવતાં નાળાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી હવે શાળાના બાળકો સાથે માર્ગ પરના વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી છે.

રાંતેજ ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થતાં માર્ગની અડીને મોટો ખાડો હતો. નાળુ બનાવવાની કામગીરી આરંભે શૂરા જેવી બની હતી. કામ હાથ ઉપર લીધા બાદ આચારસંહિતાના નામે તંત્રએ અધ્ધરતાલ રાખ્યું હતું. જેની જાણ થતાં અટલ સમાચાર દ્વારા વિશેષ ન્યૂઝ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

જેના પગલે જેવી આચારસંહિતા પૂર્ણ થઈ કે તુરંત બાંધકામ શાખા કામે લાગી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાથી ગણતરીના દિવસોમાં નાળું તૈયાર થઈ જશે.