આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી પંથકમાં સામાન્ય વરસાદમાં હાઇવે માર્ગ પર ખાડા પડી ગયા હોવાનુ સામે આવ્યુ હતુ. આ રસ્તાઓ રીપેરીંગ કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા મટીરીયલ લાવીને મુકી દેવાયા બાદ ત્રણ દિવસ સુધી રોડનું સમારકામ હાથ ધરાયુ ન હોવાના સમાચાર અટલ સમાચારે રજૂ કર્યાના ગણતરીના કલાકોમાં તંત્રએ કામ શરૂ કરી દીધુ છે. બહુચરાજી પંથકમાં સામાન્ય વરસાદ થતાં જ બહુચરાજી થી સાપાંવાડા, ચંદ્રોડા, બિલિયા સુધીનો રોડ ધોવાયો હતો.

થોડા દિવસો પહેલા માર્ગ મકાન વિભાગે સાંપાવાડા પાસે રોડ ઉપર પડેલ મોટો ખાડો પૂરવા માલનો ઢગલો કરી દીધો હતો. જોકે ખાડો પૂરવા સહિતની કામગીરી વિલંબમાં ગઇ હતી. સમગ્ર મામલે અટલ સમાચાર. કોમ ઘ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતા તંત્રએ તજવીજ હાથ ધરી હતી. જેમાં રોડની સાઇડમાં મુકેલુ મટીરીયલ ખાડા પુરાણ કરવા સહિતમાં વાપરી દેવાયુ છે.

અટલ સમાચાના અહેવાલ બાદ આજની તસવીર

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code