આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી યાત્રાધામ નજીક ખુલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એંઠવાડ ઠલવાઇ રહ્યો છે. મારૂતિ સુઝુકી કંપનીના કેન્ટીનનો એંઠવાડ હોવાના અહેવાલને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. તાલુકા આરોગ્યની ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા પ્લાસ્ટિકની કાળી કોથળીઓમાં ભરીને નાંખેલો એંઠવાડ પકડાઇ ગયો હતો. જેથી ફેંકનાર ઇસમો શોધવાની ગતિવિધિને પગલે આરોગ્ય દ્વારા સુઝુકીના સત્તાધીશોને નોટીસ ફટકારી ખુલાસો પુછાયો છે.

મહેસાણા જીલ્લાના બહુચરાજી યાત્રાધામ નજીક સ્વચ્છતા અભિયાન સામે ચેડાં થતા હોવાનો અહેવાલ અટલ સમાચાર.કોમ દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો. જેમાં મારૂતિ સુઝુકી કંપનીમાં ચાલતી કેન્ટીનનો એંઠવાડ ખુલ્લામાં જાહેરમાર્ગ ઉપર રોજેરોજ ઠલવાતો હોવાનું ગ્રામપંચાયતના માધ્યમથી સામે આવ્યુ હતુ. સમગ્ર મામલે બેચરાજી અને મોઢેરા આરોગ્યની ટીમ સ્થળ ઉપર દોડી જઇ એંઠવાડ દ્વારા જાહેરમાં ગંદકી હોવાની પુષ્ટી કરી હતી. જેથી એંઠવાડ કોના દ્વારા અને કેમ તેમજ કયાંથી ઠલવાય છે તે શોધવા મથામણ આદરી છે.

સમગ્ર મામલે તાલુકા આરોગ્યની ટીમે પ્રાથમિક દ્રષ્ટિએ મારૂતિ સુઝુકીને એંઠવાડ મામલે નોટીસ ફટકારી છે. જે અંગે તાલુકા આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળીએ જણાવ્યુ હતુ કે, તપાસ ચાલુ હોવાથી મારૂતિ સુઝુકી દ્વારા એંઠવાડ ઠલાવતો હોવાનું સ્વિકારી શકાય નહિ. જોકે, હાલ પુરતી નોટીસ આપી ખુલાસો પુછવામાં આવ્યો હોઇ આગામી ચાર દિવસ દરમ્યાન હકીકત સામે આવે તેવી સંભાવના છે. નોટીસની જાણ બેચરાજી ગ્રામ પંચાયતને પણ કરવામાં આવી છે.

kirit devagadh

ફરીવાર ઠલવાયો એંઠવાડ, સ્વચ્છતા અભિયાનને પડકાર

અટલ સમાચાર.કોમના અહેવાલ બાદ આરોગ્ય વિભાગની તપાસ છતાં ફરીથી એંઠવાડ ઠલવાયો છે. વારંવાર જાહેરમાં એંઠવાડ નાંખી કસુરવારો સરકારના સ્વચ્છતા અભિયાનને મોટો પડકાર આપી રહ્યા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, કસુરવારો કોઇની તાકાતના ઇશારે બેફામ હોઇ આરોગ્ય માટે પણ તપાસ અને કાર્યવાહી એક ચેલેન્જ સમાન બની છે. ઉલ્લેખનિય છે કે, સ્થાનિકો અને રાહદારીઓ એંઠવાડ ઠાલવનારા ઇસમો સામે કાર્યવાહીની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code