આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા(ગિરીશ જોશી,ભુરાજી ઠાકોર) 

આખા રાજ્યમાં કલમ 144ની વચ્ચે કોરોનામાં દોડધામ થઇ રહી છે ત્યારે બેચરાજી નજીક મોટી કાર્યવાહી સામે આવી છે. તમામ વેપાર-ધંધા-કારખાના બંધ રાખવાના હોવા છતાં બેચરાજી પંથક પાસેની મારૂતિ સુઝીકી કંપનીમાં કામકાજ ચાલુ હતુ. જેનો અટલ સમાચાર ડોટ કોમ દ્રારા અહેવાલ પ્રસિધ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યુ છે. મોઢેરા પોલીસ સ્ટેશન દ્રારા કંપનીની 9 સ્ટાફબસ સાથે 350 કામદારોની અટકાયત કરી છે. આ સાથે કંપનીને કામકાજ બંધ કરવા આદેશ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી નજીક આવેલી મારૂતિ સુઝુકી કંપની દ્રારા ઉત્પાદન ચાલુ હોવાનું સામે આવ્યુ હતુ. કોરોના વાયરસને પગલે જનતા કરફ્યુ યથાવત છે તેમજ અમદાવાદ જીલ્લા તંત્રએ પણ કારખાના બંધ રાખવા આદેશ કર્યો છે. આ દરમ્યાન બેચરાજી નજીકની મારૂતિ સુઝુકી અને આસપાસની અનેક કંપનીઓમાં કામકાજ ચાલુ હોવાનો અહેવાલ અટલ સમાચારે આપ્યો હતો. આથી વિઠ્ઠલાપુર પોલીસ અને મોઢેરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અહેવાલ વાયુવેગે વહીવટી તંત્રમાં પહોંચી જતાં મારૂતિ સુઝુકી સહિતની કંપનીઓમાં જતો લેબરફોર્સ અટકાવી દેવામાં આવ્યો છે. મોઢેરા પોલીસે બપોરની સિફ્ટમાં જતી 9 સ્ટાફબસને અટકાવી તપાસ કરી હતી. જેમાં સરેરાશ 350 કર્મચારીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કોરોના વાયરસના ફફડાટ વચ્ચે જોગવાઇઓનું ઉલ્લંઘન થતું હોઇ મહેસાણા પોલીસ ટીમ દ્રારા તમામ કંપનીઓને કામકાજ બંધ કરવા જણાવી દેવામાં આવ્યુ છે.

કેવી રીતે થઇ સમગ્ર કાર્યવાહી ?

સોમવારે પણ જનતા કરફ્યુ હોઇ અને કલમ 144 લાગુ હોવાથી ઉધોગ-ધંધા બંધ રાખવાની સુચના છે. આ દરમ્યાન સૌથી મોટી કંપની મારૂતિ સુઝુકીમાં કામકાજ ચાલુ હોવાનું અટલ સમાચારને ધ્યાને આવતાં રીપોર્ટ જોઇ કલેક્ટરે કાર્યવાહી સુચના આપી હતી. મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલે રીપોર્ટ જોઇ એસપીને ટેલિફોનિક જણાવતાં કાર્યવાહીની શરૂઆત થઇ હતી. જેમાં એકસાથે 9 સ્ટાફબસ કંપનીઓમાં પહોંચે તે પહેલા અટકાવી નિયમના ભંગ બદલ ડિટેઇન કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code