આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

અમદાવાદ જિલ્લાના હાંસલપુરથી નાવિયાણી સુધીના હાઈવેની હાલત બદથી બદતર બની જવા પામી હતી. હાઈવે રોડ ઉપર મોટા-મોટા ખાડાઓ પસાર કરતા વાહનચાલકોને નાકે દમ આવી રહ્યો હતો. જે અંગે અટલ સમાચાર ન્યુઝ પોર્ટલ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યાના ગણતરીના કલાકોમાં જ તંત્રએ માર્ગનું સુધારણા કામ શરૂ કરી દીધુ છે.

સરકારને ટોલટેક્સ જેવા વેરા આપી સુવિધા મેળવવાની આશા રાખી બેઠેલી જનતાને આખરે તંત્ર દગો આપી રહી હોવાનુ ઉદાહરણ હાંસલપુરના હાઈવે પર જોવા મળ્યું હતુ. અમદાવાદ જિલ્લામાં આવેલ અને બેચરાજીની નજીકમાં હાંસલપુરમાં મુસાફરો, કર્મચારીઓ અને ધંધાર્થીઓનો ધસારો રહેતો હોય છે. ત્યાં માર્ગ ઉબડખાબડ જોવા મળતા અટલ સમાચાર ન્યુઝ પોર્ટલે અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં તંત્ર દ્વારા હાંસલપુરથી નાવિયાણી સુધીના હાઈવેનું સમારકામ હાથ ધરાયુ છે.

swaminarayan
advertise
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code