અસર@ભાભર: મુખ્યમંત્રી સડક ઉપર કિલ્લેબંધી મામલે અહેવાલ રજૂ કરવા હુકમ, દબાણનું કૃત્ય કોણે કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર ભાભર તાલુકાના સુથારનેસડી ગામે બનાવેલો મુખ્યમંત્રી ગ્રામ સડક અત્યંત ચોંકાવનારો બની ગયો છે. સ્થાનિક ઈસમે ખેતર પાસે જ સિમેન્ટના પિલ્લર અને લોખંડી કિલ્લેબંધી કરી દેતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ વિગતો મેળવ્યા બાદ અને કાર્યપાલક ઈજનેરે અહેવાલ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવાનું જણાવ્યું છે. આવી સ્થિતિમાં
 
અસર@ભાભર: મુખ્યમંત્રી સડક ઉપર કિલ્લેબંધી મામલે અહેવાલ રજૂ કરવા હુકમ, દબાણનું કૃત્ય કોણે કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભર તાલુકાના સુથારનેસડી ગામે બનાવેલો મુખ્યમંત્રી ગ્રામ સડક અત્યંત ચોંકાવનારો બની ગયો છે. સ્થાનિક ઈસમે ખેતર પાસે જ સિમેન્ટના પિલ્લર અને લોખંડી કિલ્લેબંધી કરી દેતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ વિગતો મેળવ્યા બાદ અને કાર્યપાલક ઈજનેરે અહેવાલ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવાનું જણાવ્યું છે. આવી સ્થિતિમાં દબાણ કોને કર્યું, કેમ કર્યું અને કોના કહેવાથી કર્યું તે સહિતના સવાલો મહત્વના બની ગયા છે.

અસર@ભાભર: મુખ્યમંત્રી સડક ઉપર કિલ્લેબંધી મામલે અહેવાલ રજૂ કરવા હુકમ, દબાણનું કૃત્ય કોણે કર્યું

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સુથારનેસડી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં સરકારી રોડની હાલત જાણે પોતાનો રોડ હોય તેવી બની છે. કુલ 2 કિલોમીટરથી વધુની લંબાઈ ધરાવતાં માર્ગના લક્ષ્મીપુરા તરફના છેડા તરફ ખળભળાટ મચાવતી સ્થિતિ સામે આવી છે. ખાનગી માલિકીના ખેતરમાંથી પસાર થતાં મુખ્યમંત્રી ગ્રામ સડક ઉપર રીતસર લોખંડી દબાણ કરી દેતાં ચકચાર મચી ગઇ છે. લક્ષ્મીપુરા આવે તે પહેલાં રોડ ઉપર જ જાણે ફાર્મ હાઉસ જેવો નજારો આવે છે. હવે જો રોડ ઉપર આગળ વધો તો ખાનગી માલિકીની જગ્યાએ આવ્યા કે મુખ્યમંત્રી ગ્રામ સડક ઉપર છીએ તે કહેવું મુશ્કેલ બને છે. સરકારી રોડ હોવા છતાં લક્ષ્મીપુરા સિવાયના લોકોને પસાર થવું એટલે સૌથી મોટા સવાલ જેવી નોબત છે. મુખ્યમંત્રી સડક ઉપર પિલ્લર અને લોખંડી દરવાજા સહિતના દબાણ મામલે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, નાયબ કાર્યપાલક ઈજનેર પાસેથી વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. અહેવાલ મળ્યા બાદ તેની વિગતો આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તરફ હવે સુથારનેસડી ગામમાં એક જ વાત ચર્ચાનો વિષય બની છે કે, ગામમાં સરપંચ કેમ ચુપ છે ? જો સરપંચને આ બાબતે જાણ છે તો કેમ ખેતર માલિકને પુછવામાં નથી આવ્યું? સરેરાશ પોણા કરોડના ખર્ચે બનેલા રોડ ઉપર આટલું મોટું દબાણ કેવી રીતે થઈ ગયું? આ તમામ સવાલો પણ તપાસનો વિષય બન્યા છે.