આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ભિલોડા

ભિલોડા તાલુકાના ગામે અગાઉ અનુસુચિત જાતિ નિગમે જમીનધારકના નામે સ્થાનિક ઇસમને લોન આપી હતી. જેની જાણ ૭-‌૧રના ઉતારા જોયા બાદ થતાં મૂળ માલિકના પગતળેથી જમીન ખસી ગઇ હતી. આથી બનાવટી કાગળો તૈયાર કરી પોતાની જમીન ઉપર લોન લેવાઇ હોવાની રજૂઆત કરી હતી. સમગ્ર મામલે ભિલોડા પોલીસ સ્ટેશન અને હિંમતનગર સ્થિત નિગમની કચેરીએ ફરીયાદ કરતા મામલો સામે આવ્યો હતો. જેના અટલ સમાચાર ડોટ કોમ દ્રારા અહેવાલ બાદ નિગમે લોન આપતા પહેલા જામીનદારની તપાસ કરવાનુ નક્કી કર્યુ છે.

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ભૂતાવડ ગામે સ્થાનિક ખેડુતની જમીન ઉપર સમાજના જ ઇસમે ૭ લાખની લોન ઉપાડી હતી. અનુસુચિત જાતિ નિગમ દ્રારા થર્ડ પાર્ટી જામીનને રૂબરૂ બોલાવ્યા વિના માત્ર કાગળો અને તેના ઉપરની સહિના આધારે લોન મંજુર કરાઇ હતી. જેમાં જમીન ધારકના કાગળો ઉપર બોજ હોવાનું સામે આવતા મૂળ માલિક ચોંકી ગયો હતો. પોતાની મંજુરી વગર બનાવટી કાગળો દ્રારા લોન ઉપાડી હોવાની ફરીયાદ અરજી ભિલોડા પોલીસ સ્ટેશને આપી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ભૂતાવડ ગામના ખેડુત સાથે બનેલી ઘટના સહિતનો સમગ્ર રીપોર્ટ અટલ સમાચાર ડોટ કોમ દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેની જાણ થતાં હિંમતનગર સ્થિત નિગમની કચેરીએ તાત્કાલિક અસરથી લોન મેળવનાર ઇસમનો સંપર્ક કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે હવે પછી કોઇપણ લોન મંજુર કરતા પહેલા થર્ડ પાર્ટી જામીનદારની ઝીણવટપુર્વકની તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેમાં જામીનદારને રૂબરૂ મળી લેખિતની ખરાઇ કરવામાં આવશે. આથી બનાવટી સહિ કે કાગળો હશે તો જામીનદાર રૂબરૂ મુલાકાતમાં જણાવી શકશે.

જામીનદારને સમગ્ર બાબતે અવગત કરાવાશે

આ અંગે અનુસુચિત જાતિ વિકાસ નિગમની હિંમતનગર કચેરીના અગ્રવાલે જણાવ્યુ હતુ કે, અગાઉ જામીનદારના સોગંદનામા સહિતના કાગળો લેવામાં આવતા હતા. જેમાં જામીનદાર અને લોન મેળવનાર વચ્ચે ચોક્કસ બાબતો નક્કી થતી હોઇ રૂબરૂ સુનાવણી થતી ન હતી. હવે તમામ લોન મંજુર કરતા પુર્વે જામીનદારના કાગળોની ખરાઇ કરવા રૂબરૂ મળીને સમગ્ર બાબતે અવગત કરાવવામાં આવશે. જો લોન મેળવનારે જામીનદારને જાણ કર્યા વિના કાગળો તૈયાર કર્યા હશે તો બનાવટી કાગળો પકડાઇ જશે.

25 May 2020, 9:06 AM (GMT)

COVID-19 Global Stats

5,515,988 Total Cases
346,898 Death Cases
2,309,878 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code