ઈમ્પેક્ટ@ગાંધીનગર: વાપ્કોસના ઇજનેરોની ડબલ ભૂમિકા શંકાસ્પદ, શિક્ષણ કચેરીનું તેડું આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અલગ અલગ વિભાગોમાં એક જ ઈજનેરો હોવાના અહેવાલ બાદ દોડધામ મચી ગઇ છે. કેન્દ્ર સરકાર હેઠળના વાપ્કોસની ઈન્સ્પેક્શન લગત ભૂમિકા શંકાસ્પદ જણાતાં મૌખિક સુચના આવી છે. ગાંધીનગર સ્થિત સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા તેડું આવતાં તાત્કાલિક સ્પષ્ટીકરણ લેવા-આપવા કવાયત હાથ ધરવામાં આવી છે. વાપ્કોસના ઉત્તર ગુજરાત
 
ઈમ્પેક્ટ@ગાંધીનગર: વાપ્કોસના ઇજનેરોની ડબલ ભૂમિકા શંકાસ્પદ, શિક્ષણ કચેરીનું તેડું આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અલગ અલગ વિભાગોમાં એક જ ઈજનેરો હોવાના અહેવાલ બાદ દોડધામ મચી ગઇ છે. કેન્દ્ર સરકાર હેઠળના વાપ્કોસની ઈન્સ્પેક્શન લગત ભૂમિકા શંકાસ્પદ જણાતાં મૌખિક સુચના આવી છે. ગાંધીનગર સ્થિત સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા તેડું આવતાં તાત્કાલિક સ્પષ્ટીકરણ લેવા-આપવા કવાયત હાથ ધરવામાં આવી છે. વાપ્કોસના ઉત્તર ગુજરાત ઝોન ઈજનેર જયેશ દરજીએ જણાવ્યું હતું કે, અમને સ્પષ્ટતા કરવા કહ્યું છે જ્યારે સમગ્ર શિક્ષાના રાજ્યના મુખ્ય ઈજનેર ચોક્સીએ જણાવ્યું કે, હા વાપ્કોસના ઈજનેર અમારી સમક્ષ આવશે એટલે ખાત્રી કરવામાં આવશે.

ઈમ્પેક્ટ@ગાંધીનગર: વાપ્કોસના ઇજનેરોની ડબલ ભૂમિકા શંકાસ્પદ, શિક્ષણ કચેરીનું તેડું આવ્યું

કેન્દ્ર સરકારના જળ સંશાધન મંત્રાલય હેઠળના વાપ્કોસ લીમીટેડના પારદર્શક વહીવટ બાબતે ચોંકાવનારા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. અટલ સમાચાર ડોટ કોમ દ્વારા ઇજનેરોની ડબલ ભૂમિકા બાબતે રિપોર્ટ આવતાં શિક્ષણ વિભાગે સંજ્ઞાન લીધું છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલતાં સમગ્ર શિક્ષાના બાંધકામોનુ ઈન્સ્પેક્શન અને પાટણ જિલ્લામાં રાજ્યન માર્ગ મકાનના કામોના ઈન્સ્પેક્શનમા 3 ઈજનેરો કોમન આવ્યા છે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનના દરેક ટેન્ડરમાં અલગ અલગ ઈજનેરો રાખવાને બદલે આ બંને જિલ્લામાં હાલ 3 ઈજનેરો સમાન આવતાં હડકંપ મચી ગયો છે. આથી બંને વિભાગના અધિકારીઓ સમગ્ર બાબતે વહીવટી અભ્યાસમાં લાગ્યા છે. જેમાં સમગ્ર શિક્ષાની ગાંધીનગર સ્થિત હેડ ઓફિસ દ્વારા વાપ્કોસને મૌખિક આદેશ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં ઈન્સ્પેક્શન બાબતે વાપ્કોસના ઈજનેરોની અવારનવાર ગેરહાજરી અને પાટણ જિલ્લામાં કોમન ઈન્સ્પેક્શન છે કે કેમ? તેને લઈ ચોખવટ કરવા મથામણ શરૂ થઈ છે. સમગ્ર શિક્ષા કચેરીના નિપુણ ચોક્સીએ જણાવ્યું હતું કે, હા વાપ્કોસના ઈજનેરો આવશે ત્યારે તમામ બાબતોની હકીકતલક્ષી તપાસ થશે. જેમાં કોઈને અન્યાય ન થાય તે પણ જોવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સર્વ

 શિક્ષાના ઈન્સ્પેક્શન લગત ઈજનેરોના લીસ્ટને પાટણ માર્ગ મકાનના ઈજનેર ત્રિવેદી સાથે વાત કરી ટેલી કરવામાં આવ્યું હતું. જેમાં હાલ 3 ઈજનેરો સમાન મળી આવતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. જેમાં એસએસએના ચીફ ઈજનેર નિપુણ ચોક્સીને પૂછતાં તેમણે સ્વિકાર કર્યો હતો કે નિયમ મુજબ બનાસકાંઠા જિલ્લામાં થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરતાં ઈજનેરો અન્ય કોઈ જગ્યાએ ઈન્સ્પેક્શન કરી શકતાં નથી. હવે આ 3 ઈજનેર બંને જગ્યાએ ઈન્સ્પેક્શન કરતાં હોવાનું બહાર આવતાં દોડધામ મચી ગઇ છે.