આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા રજૂઆત થઇ છે. હેમરાજ રાજને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પત્ર લખી માંગ કરી છે. જેમાં યુનિ અંતર્ગત અભ્યાસ કરતા મેડિકલ, પેરામેડિકલ સહિત તમામ ફેકલ્ટીના યુજી,પીજીના વિદ્યાર્થીઓને વર્ષ 2020-21ની ફી માફી આપી આર્થિક ભારના લીધે વિદ્યાર્થીનું ભાવી અંધકારમાં ના ધકેલાય તે માટે રાષ્ટ્રહિતમાં નિર્ણય કરવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા રજૂઆત થઇ છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને હેમરાજ રાજને પત્ર લખી ફી માફ કરવા માંગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યુ છે કે, વર્તમાન સંજોગોમા કોરોના મહામારીના કારણે છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી દેશ સંપૂર્ણ લોકડાઉન છે. અને આવનાર મહિનાઓ સુધી પણ આ કહેર ટળવાના કોઇ અણસાર દેખાતા નથી. આવા સમયમાં તમામ લોકોના ધંધા-રોજગાર બંધ હોવાથી ગરીબ મધ્યમવર્ગનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં ભર્યા કપરા સંજોગોમાં મુકાઇ ગયો છે.

આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, યુનિ અંતર્ગત અભ્યાસ કરતા મેડિકલ, પેરામેડિકલ સહિત તમામ ફેકલ્ટીના યુજી,પીજીના વિદ્યાર્થીઓને વર્ષ 2020-21ની ફી માફી આપી આર્થિક ભારના લીધે વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમાં ના ધકેલાય તે માચે રાષ્ટ્રહિતમાં નિર્ણય કરો. આ સાથે પોતાની માંગણી અને લાગણીને સમજી યુની અંતર્ગત તમામ કોલેજોના વડાઓ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીના પરિવાર સહિત દેશ હિતમાં નિર્ણય કરી વિદ્યાર્થીઓની ફી માફ કરવા રજૂઆત કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code