ઈમ્પૅક્ટ@પાટણ: હાઇવેના ખાડા પુરવાનું શરૂ, દિવાળીએ નવા જેવો બનશે

અટલ સમાચાર, ગિરીશ જોશી પાટણ અને મહેસાણા વચ્ચેનો હાઈવે છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરીત બન્યો છે. હાલમાં હાઈવે ઉપર 500થી વધુ ખાડાઓ હોવાથી વાહનચાલકો ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર મામલે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યુ છે. આગામી દિવાળીએ સમગ્ર હાઇવે સરફેસ કરવાની ગતિવિધિ પહેલા ખાડા પુરવાનું યુધ્ધના
 
ઈમ્પૅક્ટ@પાટણ: હાઇવેના ખાડા પુરવાનું શરૂ, દિવાળીએ નવા જેવો બનશે

અટલ સમાચાર, ગિરીશ જોશી

પાટણ અને મહેસાણા વચ્ચેનો હાઈવે છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરીત બન્યો છે. હાલમાં હાઈવે ઉપર 500થી વધુ ખાડાઓ હોવાથી વાહનચાલકો ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર મામલે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યુ છે. આગામી દિવાળીએ સમગ્ર હાઇવે સરફેસ કરવાની ગતિવિધિ પહેલા ખાડા પુરવાનું યુધ્ધના ધોરણે શરૂ થયુ છે.

ઈમ્પૅક્ટ@પાટણ: હાઇવેના ખાડા પુરવાનું શરૂ, દિવાળીએ નવા જેવો બનશે

ઉત્તર ગુજરાતના હાઇવે વરસાદ દરમ્યાન ભારે વાહનોની અવર-જવરને પગલે અસરગ્રસ્ત બન્યા છે. મહેસાણા-ચાણસ્મા-પાટણ હાઇવે પર અકસ્માત નિપજાવી શકે તેવા ખાડાઓ પડી ગયા છે. ખાડાઓની ઉંડાઇ વધુ હોવાથી બાઇકચાલકો માટે દુર્ઘટનાની ભિતી બની છે. જયારે કારચાલકો માટે વારંવાર પછડાટથી અકસ્માતની સંભાવના છે. આ સાથે વાહનો ખરાબ થવાની પરિસ્થિતિ યથાવત હોઇ ચાલકો નારાજ બન્યા છે.

ઈમ્પૅક્ટ@પાટણ: હાઇવેના ખાડા પુરવાનું શરૂ, દિવાળીએ નવા જેવો બનશે

મહેસાણા-ચાણસ્મા-પાટણ વચ્ચે સરેરાશ પ૦ કિલોમીટરના અંતરનો હાઇવે બિમાર હોવાનો રીપોર્ટ અટલ સમાચાર ડોટ કોમ દ્વારા સામે આવ્યો હતો. જેથી માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ઉંડા ખાડાઓ પુરવા કપચી ઠાલવવામાં આવી રહી છે. કપચી ઉપર ડામર પાથરી હાલ પુરતા મોટા ખાડાઓનું પુરાણ શરૂ કરવામાં આવ્યુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, સમગ્ર હાઇવે રીસરફેસ કરવાનો હોવાથી આગામી દિવાળી દરમ્યાન નવા જેવો હાઇવે તૈયાર થઇ શકે છે.