અસર@પાટડી: કોરોના વધતાં રણમાં વચ્છરાજ મંદિરમાં દર્શન બંધ, ચૈત્રી મેળો નક્કી નહિ

અટલ સમાચાર ડોટ કોમ, ઝીંઝુવાડા કોરોનાના વધતાં કહેર વચ્ચે હવે કચ્છના રણમાં પ્રસિધ્ધ વાછડાદાદાના સેવકો અને તમામ લોકોને રણમાં નહી આવવા અપીલ કરાઇ છે. વચ્છરાજદાદા જીવદયા ગૌસેવા ટ્રસ્ટ દ્રારા ભક્તોને રણમાં નહિ આવવા જણાવાયુ છે. નોંધનિય છે કે, વચ્છરાજ દાદાના મંદીરે વર્ષે-દહાડે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. આ તરફ કોરોનાને લઇ વચ્છરાજદાદા જીવદયા ગોસેવા
 
અસર@પાટડી: કોરોના વધતાં રણમાં વચ્છરાજ મંદિરમાં દર્શન બંધ, ચૈત્રી મેળો નક્કી નહિ

અટલ સમાચાર ડોટ કોમ, ઝીંઝુવાડા

કોરોનાના વધતાં કહેર વચ્ચે હવે કચ્છના રણમાં પ્રસિધ્ધ વાછડાદાદાના સેવકો અને તમામ લોકોને રણમાં નહી આવવા અપીલ કરાઇ છે. વચ્છરાજદાદા જીવદયા ગૌસેવા ટ્રસ્ટ દ્રારા ભક્તોને રણમાં નહિ આવવા જણાવાયુ છે. નોંધનિય છે કે, વચ્છરાજ દાદાના મંદીરે વર્ષે-દહાડે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. આ તરફ કોરોનાને લઇ વચ્છરાજદાદા જીવદયા ગોસેવા ટ્રસ્ટ દ્રારા લેટરપેડ પર ભક્તોને મંદીરે નહિ આવવા અને ઘાસચારો ભરીને જતાં લોકોને પણ રણમાં નહિ આવવા અપીલ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છના નાના રણમાં આવેલા ઝીંઝુવાડાના વાછડાદાદા મંદીરમાં અચોક્કસ મુદ્દત સુધી દર્શન પર રોક મુકાઇ છે. કચ્છના નાના રણમાં આવેલા આ પ્રસિધ્ધ યાત્રાધામમાં વર્ષે-દહાડે મોટી સંખ્યામાં દર્શનાર્થી આવતાં હોય છે. જોકે હાલની કોવિડ મહામારીને ધ્યાનમાં રાખી તા.12/04/2021થી અચોક્કસ મુદ્દત સુધી વચ્છરાજ દાદાની જગ્યાના દર્શન તથા મુલાકાત બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સાથે ભાવિક ભક્તોને રણમાં નહીં આવવા અપીલ કરાઇ છે.