અસર@રાધનપુર: યુધ્ધના ધોરણે માર્ગ રિપેરીંગ, અહેવાલ સામે તંત્ર એક્ટિવ

અટલ સમાચાર, ગિરીશ જોશી,મહેસાણા ભારે વરસાદને કારણે સમી તાલુકાના બે ગામ વચ્ચેનો માર્ગ અસરગ્રસ્ત બન્યો છે. જેના અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ સામે પાટણ જિલ્લા પંચાયત એક્ટિવ બની છે. યુધ્ધના ધોરણે માર્ગ રિપેર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેનાથી પંથકના ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મીલ્લાબાદ અને ગોચનાદ ગામ વચ્ચેનો
 
અસર@રાધનપુર: યુધ્ધના ધોરણે માર્ગ રિપેરીંગ, અહેવાલ સામે તંત્ર એક્ટિવ

અટલ સમાચાર, ગિરીશ જોશી,મહેસાણા

ભારે વરસાદને કારણે સમી તાલુકાના બે ગામ વચ્ચેનો માર્ગ અસરગ્રસ્ત બન્યો છે. જેના અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ સામે પાટણ જિલ્લા પંચાયત એક્ટિવ બની છે. યુધ્ધના ધોરણે માર્ગ રિપેર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેનાથી પંથકના ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે.

અસર@રાધનપુર: યુધ્ધના ધોરણે માર્ગ રિપેરીંગ, અહેવાલ સામે તંત્ર એક્ટિવ

પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મીલ્લાબાદ અને ગોચનાદ ગામ વચ્ચેનો માર્ગ જોખમી બન્યો છે. બે દિવસ વરસાદને પગલે ગામ વચ્ચેના માર્ગમાં બનાવેલું નાળું તુટતા રસ્તો એક માર્ગીય બન્યો છે. કાર અને ટ્રેક્ટર સાથે પસાર થવું જોખમી હોવાના સમાચાર બાદ વહીવટી તંત્ર સાબદું બની યુધ્ધના ધોરણે રિપેર શરૂ કર્યું છે.

અસર@રાધનપુર: યુધ્ધના ધોરણે માર્ગ રિપેરીંગ, અહેવાલ સામે તંત્ર એક્ટિવ

પાટણ જિલ્લા પંચાયત દ્વારા ત્વરિત સુચના આપી માર્ગ અને નાળું વધારે તૂટતું રોકી મરામતની કામગીરી હાથ ધરી છે. જેનાથી ગામ લોકોને ખેતીની સિઝનમાં મોટી રાહત થઇ છે. ઉલ્લેખનીય છે કે, નાળું તુટતા સિંગલ પટ્ટી માર્ગ વધુ સાંકડો બની ગયો હતો.