આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગિરીશ જોશી

બાલસખા યોજનામાં કૌભાંડના ચોંકાવનારા અહેવાલ બાદ તપાસના આદેશ થયા છે. જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે લાભાર્થીઓના નિવેદન લેવા સહિતની તપાસ આરોગ્ય અધિકારીને સોંપી છે. જેમાં સૌથી મોટી વાત સામે આવી છે કે, બાલસખા યોજનામાં આશંકા જતાં એક મહિના પહેલાં થર્ડ પાર્ટી તપાસ ડીડીઓ દ્વારા ચેકીંગ કર્યુ હતું. જેમાં ગંભીર અને રિકવરી પાત્ર વિગતો આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર શહેરમાં આવેલી સાંઇકૃપા હોસ્પિટલ અને આરોગ્ય સોસાયટી વચ્ચે કરાર થયા હતા. જેમાં લાભાર્થીઓની પુછપરછ કરતાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. બાળકોને સારવાર આપવામાં વધારે દિવસો કાગળ ઉપર બતાવી નાણાં ઉભા કર્યા છે. જેમાં કેટલાક કેસમાં ચૂકવાઈ ગયા તો કેટલાક મંજૂરી હેઠળ છે. આથી અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ કર્યા છે. પાટણ જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ભરત ગોસાઇને લેખિતમાં તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં બાલસખા યોજનામાં સારવારના દિવસો ખર્ચની વિગતો ચકાસી તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે કે, અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ અગાઉ સાંઇકૃપા હોસ્પિટલના કેસ તપાસની રડાર હેઠળ આવી ચૂક્યા છે. જેના ઉપર વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે.

સમગ્ર મામલે પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે જણાવ્યું હતું કે, બાલસખામાં કૌભાંડની આશંકા હોઇ કોરોના મહામારી શરૂ થઈ તેના પહેલાંથી તપાસ હાથ ધરી છે. થર્ડ પાર્ટી તપાસ કરતાં અનેક કેસોમાં સારવારના દિવસો વધારે બતાવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આરોગ્યના નાયબ નિયામકને પણ બાલસખાનો આંકડો વધુ લાગ્યો હોઇ શંકા પ્રબળ બની છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ વધુ એક તપાસ કર્યા બાદ રિકવરી અને કરાર રદ્દ કરવા સહિતના પગલાં ભરવામાં આવી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code