અસર@વરસાદ: ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા રદ્દ કરવામાં આવી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકાર સમાન સ્થિતિ બની છે. આ દરમ્યાન આવતીકાલે રવિવારે પણ ભારે વરસાદની આગાહી છે. આથી રવિવાર 11મી ઑગસ્ટે યોજાનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આવતીકાલે રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પ્રક્રિયા હેઠળ બે પરીક્ષાઓ યોજાવાની હતી. જેમાં સવારે
 
અસર@વરસાદ: ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા રદ્દ કરવામાં આવી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકાર સમાન સ્થિતિ બની છે. આ દરમ્યાન આવતીકાલે રવિવારે પણ ભારે વરસાદની આગાહી છે. આથી રવિવાર 11મી ઑગસ્ટે યોજાનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ આવતીકાલે રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પ્રક્રિયા હેઠળ બે પરીક્ષાઓ યોજાવાની હતી. જેમાં સવારે ઇલેક્ટ્રીકલ એન્જિનિયરની અને સાંજે કોમ્પ્યુટર એન્જિનિયરની જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવાની હતી. જોકે હાલ વરસાદની સ્થિતિ અને વધુ આગાહીને કારણે પરીક્ષાઓ બંધ રાખવામાં આવી છે.

અસર@વરસાદ: ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા રદ્દ કરવામાં આવી

જેથી બંને પરીક્ષાઓ માટે આગામી દિવસોએ નવીન કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આનાથી પરિક્ષા માટે તલપાપડ વિદ્યાર્થીઓને કેટલાક દિવસો રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર રાહત અનૂ બચાવ કામગીરી માટે સાબદું બન્યું છે.