ઈમ્પેક્ટ@રાજપીપળા: વિવાદીત 1.42 કરોડના ખર્ચ વિરૂદ્ધની ફરિયાદમાં તપાસનો હુકમ છતાં અહેવાલમાં વિલંબ

 
રાજપીપલા
ઉંડાણપૂર્વકની તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થાય તો વેપારી અને તેના આકાઓના નામ સામે આવે તેમ છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


નર્મદા જિલ્લામાં નાણાંકીય વર્ષ 2022-23 દરમ્યાન આદીજાતી વિકાસની વિકાસશીલની 1.42 કરોડની ગ્રાન્ટના ખર્ચ મામલે થયેલ રજૂઆત અને અટલ રીપોર્ટને પગલે ગાંધીનગરથી મોટો હુકમ થયો છે. સમગ્ર પ્રકરણની તપાસ જરૂરી હોઈ મંત્રીએ હકીકતલક્ષી અહેવાલ માંગ્યો છે. જેમાં અરજદારે કરેલી રજૂઆતમાં જોડેલ કેટલીક વિગતો ચોંકાવનારી હોઈ તાત્કાલિક અસરથી તપાસ અગત્યની બની છે. જેનો અટલ સમાચાર ડોટ કોમ દ્વારા સ્પેશ્યલ રિપોર્ટ પ્રસિદ્ધ થયાના દિવસે જ બિરલા મુંડા ભવનના નિયામક પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે. મંત્રીની સુચનાને પગલે ગાંધીનગરથી નર્મદા સુધી સદર ગ્રાન્ટના ખર્ચ મામલે પારદર્શકતા શોધવા દોડધામ મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ.


નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત મદદનીશ કમિશનર આદીજાતી વિકાસ વિભાગ અને છેક ગાંધીનગર સુધી કથિત કૌભાંડની ફરિયાદ પહોંચી હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2022-23 માં સદર કચેરીને સંલગ્ન કર્મચારી અને વેપારીએ ભેગા મળીને સરેરાશ 1.42 કરોડની વિકાસશીલની ગ્રાન્ટમાં અમલીકરણ બાબતે નિયમોથી વિરૂદ્ધ કર્યું છે. જેમાં ચોંકાવનારા આક્ષેપ સાથે કેટલીક વિગતો પણ રજૂ કરેલી, જૂનું ટેન્ડર વંચાણે લઈ જૂના બંકબેડ જે અગાઉથી ઉપલબ્ધ હતા તેના ઉપર ખર્ચ બતાવી ગ્રાન્ટ વાપરવાનો કારસો કર્યો હતો. જેની જાણ અને વિગતો આધારે પ્રથમ મદદનીશ કમિશ્નર, રાજપીપળા અને છેક મંત્રી સુધીનાને ફરિયાદ થઇ હતી. આથી રજૂઆતનુ લખાણ અને તેની સાથે જોડેલ કાગળો જોઈ ચોંકી ગયેલા આદીજાતી વિકાસ વિભાગના મંત્રીએ તાત્કાલિક અસરથી તપાસનો આદેશ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત 30 મે ના રોજ મંત્રીએ સમગ્ર ફરિયાદ આધારે ગાંધીનગર સ્થિત આદીજાતી વિકાસના નિયામક પાસેથી તપાસ પછીનો હકીકતલક્ષી અહેવાલ મંગાવ્યો છે અને તેની જાણ મદદનીશ કમિશનર, નર્મદાને પણ કરી છે. આમછતાં કોઈ ઈરાદાપૂર્વક તપાસમાં વિલંબ કરાવી રહ્યું છે. કેમ કે, હકીકતલક્ષી અહેવાલ ગણતરીના કલાકોમાં તૈયાર થઈ શકે તેમ હોવા છતાં ઈરાદાપૂર્વક અરજદારને બોલાવવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જાણકારોના મતે, જો 1.42 કરોડના બંકબેડ ખરીદી પ્રક્રિયામાં જો ઉંડાણપૂર્વકની તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થાય તો વેપારી અને તેના આકાઓના નામ સામે આવે તેમ છે. જો આ વેપારી મળી જાય તો મોટા માથાઓ એટલે મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે તેમ છે.