ઈમ્પેક્ટ@શંખેશ્વર: કિંમતી માટીથી રસ્તો બનાવ્યા મામલે સોલાર કંપનીને શો-કોઝ નોટીસ, જાણો બધું

 
Sankheshvar
તાત્કાલિક અસરથી ભૂસ્તરશાસ્ત્રી કચેરીનાએ સર્વે કરાવી ખનનનુ પ્રમાણ મેળવ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

શંખેશ્વર મહેસુલી પંથકના કુંવર ગામ નજીક સરકારી પડતર જમીનમાંથી છેલ્લા કેટલાક સમય અગાઉ અન અધિકૃત માટી ખનન થયું હતુ. આ ખનનવાળી માટીથી નજીકની સોલાર કંપનીએ રસ્તો બનાવ્યો હોવાની આશંકા બની હતી. જેના અહેવાલને પગલે પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીનાએ સીધી લીટીની તપાસ હાથ ધરી છે. પંચો અને કેટલીક બીજી વિગતો આધારે સદર ખનનવાળી માટી સોલાર કંપનીની જગ્યાએ ઠાલવી હોવાનું જાણમાં આવતાં ભૂસ્તરશાસ્ત્રી કચેરીનાએ શો-કોઝ નોટીસ ફટકારી છે. આ નોટીસને પગલે સોલાર કંપનીએ દીન 10 માં જવાબ રજૂ કરવો પડશે તો આ તરફ હજુસુધી ખનન કરનાર ઈસમો સુધી ભૂસ્તરશાસ્ત્રી કચેરી પહોંચી શકી નથી પરંતુ સોલાર કંપનીના જવાબ આધારે આગામી તપાસની દીશા નક્કી થઇ શકે છે. જાણીએ સમગ્ર અહેવાલ.

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ગામ પાસેની પડતર જમીનમાંથી કેટલાક મહિના અગાઉ ગેરકાનૂની માટી ખનન થયું હતુ. જેમાં મામલતદારે જાણકારી મેળવી છતાં સરકારના હિતમાં જિલ્લા કક્ષાએ જાણ કરી નહોતી. જોકે અટલ સમાચાર ડોટ કોમના અહેવાલને પગલે પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી એક્શન મોડમાં આવી છે. તાત્કાલિક અસરથી ભૂસ્તરશાસ્ત્રી કચેરીનાએ સર્વે કરાવી ખનનનુ પ્રમાણ મેળવ્યું હતું અને પંચો મુજબની માટી ડંમિગ વાળી જગ્યાએથી પણ નમૂનો મેળવ્યો હતો. આ પછી પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીએ ખનનવાળી માટી ઠલવાઇ હોવાનો જે જગ્યાએ આક્ષેપ છે તે રસ્તે પણ તપાસ કરાઇ હતી. આ રસ્તો નજીકની સોલાર કંપનીના સૌથી વધુ હિત માટે હોઈ ભૂસ્તરશાસ્ત્રી કચેરીનાએ શો-કોઝ નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સોલાર કંપનીના રસ્તા ઉપર ઠાલવેલી માટી ક્યાંથી લીધી, તેની મંજૂરી, સરકારી જોગવાઈ મુજબની રોયલ્ટી ભર્યા સહિતની વિગતો પૂછવામાં આવી છે. સોલાર કંપનીને દીન 10 માં જવાબ આપવા કહેવામાં આવ્યું છે, તો આ તરફ છે જગ્યાએ ગેરકાનૂની ખનન થયું છે તેના ખનન માફિયાનો ચહેરો હજુસુધી બહાર આવ્યો નથી પરંતુ સોલાર કંપની શો કોન નોટીસ સામે જે જવાબ કરે છે તેની ઉપર સૌથી મોટી નજર બની છે. આથી સવાલ કરતા ભૂસ્તરશાસ્ત્રી વ્યાસે જણાવ્યું કે, ખનનવાળી જગ્યાએ માપણી, સર્વે, પ્રમાણ અને નમૂના સહિતની વિગતો મેળવી લેવાઇ છે પરંતુ પંચોના જણાવ્યા મુજબ અન અધિકૃત ખનન સાથે સોલાર કંપનીના રસ્તા ઉપર જે માટી ઠલવાઇ છે તેની સરકારી નિયમોનુસાર ખરાઇ અને યોગ્યની તપાસ ચાલી રહી છે.