અસર@સાંતલપુર: બદબૂ આવતાં પાણીથી મુક્તિ, નવું પાણી છોડવામાં આવ્યું

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાનું પાણી સ્વચ્છ મળતું હોવાના દાવા વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે બાબતે અટલ સમાચાર ડોટ કોમે અહેવાલ પ્રસારિત કર્યાના ગણતરીના કલાકોમાં અસર થઇ છે. નર્મદા તંત્ર દ્રારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. જેને લઇ હવે પંથકમાં બદબૂ વાળા પાણીની મુક્તિ મળશે. નોંધનિય છે કે,
 
અસર@સાંતલપુર: બદબૂ આવતાં પાણીથી મુક્તિ, નવું પાણી છોડવામાં આવ્યું

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાનું પાણી સ્વચ્છ મળતું હોવાના દાવા વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે બાબતે અટલ સમાચાર ડોટ કોમે અહેવાલ પ્રસારિત કર્યાના ગણતરીના કલાકોમાં અસર થઇ છે. નર્મદા તંત્ર દ્રારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. જેને લઇ હવે પંથકમાં બદબૂ વાળા પાણીની મુક્તિ મળશે. નોંધનિય છે કે, સરેરાશ 20 ગામનો પ્રશ્ન હોઇ તાલુકાના ઉપપ્રમુખે રજૂઆત પણ કરેલી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અસર@સાંતલપુર: બદબૂ આવતાં પાણીથી મુક્તિ, નવું પાણી છોડવામાં આવ્યું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ અને કલ્યાણપુરા પાસે પાણી પુરવઠા યોજના ચાલે છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી આ બંને પંપિગ સ્ટેશન વિસ્તારના ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. જથ્થો પૂરતો હોવાનું સ્વિકારી 15 દિવસથી નર્મદા વિભાગે જળસ્ત્રાવ બંધ કર્યો હતો. આથી કેનાલના તળિયે રહેલી ગંદકી ઉપરનું પાણી અસરગ્રસ્ત બન્યું હતુ. નવા પાણી બંધ થતાં પડ્યું પાણી ગંદી વાસ ધરાવતું બન્યું હોવાનો અહેવાલ અટલ સમાચારે પ્રસારિત કર્યો હતો. જેના ગણતરીના કલાકોમાં કચ્છ બ્રાન્ચ કેનાલમાં નવુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અસર@સાંતલપુર: બદબૂ આવતાં પાણીથી મુક્તિ, નવું પાણી છોડવામાં આવ્યું

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામલોકો ગ્લાસમાં પાણી લઈ પીવે ત્યારે ગંદી વાસનો ભોગ બની રહ્યા છે. આથી ભારે શોરબકોર અને બૂમરાણ વચ્ચે મામલો તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુધી પહોંચતા રજૂઆત કરેલી છે. આ બધાની વચ્ચે અટલ સમાચાર ડોટ કોમે અહેવાલ પ્રસારિત કરતા તાત્કાલિક અસરથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નવુ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અસર@સાંતલપુર: બદબૂ આવતાં પાણીથી મુક્તિ, નવું પાણી છોડવામાં આવ્યું