અગત્યનું@મહેસાણા: શિક્ષણમાં પ્રવેશ અને પરિક્ષા બાબતે તારીખો જાહેર, ITIમાં ઓનલાઇન ફોર્મ ભરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહેર વચ્ચે મહેસાણા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ, સ્વનિર્ભર આઈ.ટી.આઈમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોને તારીખ 02 ઓગષ્ટ 2021 સુધીમાં પ્રથમ રાઉન્ડમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરી તેની પ્રિન્ટ મેળવી જરૂરી નકલો સાથેનું ફોર્મ કોઈપણ આઈ.ટી.આઈમાં રૂ.50 રજીસ્ટ્રેશન ફી ભરી જમા કરાવી શકાશે. જીલ્લાની તમામ સંસ્થાઓ ખાતે ઓનલાઈન
 
અગત્યનું@મહેસાણા: શિક્ષણમાં પ્રવેશ અને પરિક્ષા બાબતે તારીખો જાહેર, ITIમાં ઓનલાઇન ફોર્મ ભરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે મહેસાણા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ, સ્વનિર્ભર આઈ.ટી.આઈમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોને તારીખ 02 ઓગષ્ટ 2021 સુધીમાં પ્રથમ રાઉન્ડમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરી તેની પ્રિન્ટ મેળવી જરૂરી નકલો સાથેનું ફોર્મ કોઈપણ આઈ.ટી.આઈમાં રૂ.50 રજીસ્ટ્રેશન ફી ભરી જમા કરાવી શકાશે. જીલ્લાની તમામ સંસ્થાઓ ખાતે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રિન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના એકમોમાં ડેઝીગ્નેટેડ ટ્રેડમાં જે એપ્રેન્ટીસ ઉમેદવારોની તાલીમ તા.15 એપ્રિલ 2021 સુધી પૂર્ણ થયેલ હોય તેવા ઉમેદવારો અને 108, 109 અને 110 મી AITT-ATS પરીક્ષામાં નાપાસ થયેલ ઉમેદવારો માટે પરીક્ષાના ફોર્મ તા.09 ઓગષ્ટ 2021 થી તા.27 ઓગષ્ટ 2021 સુધી www.apprenticeshipindia.org પર ભરી શકશે. પરીક્ષામાં બેસવાપાત્ર એપ્રેન્ટીસ ઉમેદવારોને સમયસર પરીક્ષાના ફોર્મ ભરી દેવા જાણ કરવામાં આવે છે.પરીક્ષા અંગેની વિગતવાર વધુ માહિતી માટે તેઓએ એપ્રેન્ટીસશિપની તાલીમ લીધેલ એકમોનો સંપર્ક કરવા અને www.apprenticeshipindia.org પાર્ટલ પર મળતી સૂચનાઓ અનુસરવા જાણ કરવામાં આવી છે.

આ સાથે જવાહર નવોદય વિધ્યાલય, વડનગર જિ.મહેસાણામાં ધોરણ-6(શૈક્ષણિક વર્ષ:2021/22) પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા આગામી તારીખ.11-08-2021ને બુધવારના રોજ મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં નક્કી થયેલા 34 પરીક્ષા કેન્દ્રોમાં લેવાનાર છે. આ પરીક્ષા આપનાર રજીસ્ટર્ડ ઉમેદવારોએ ઉપરોક્ત નવીન તારીખ દર્શાવતા પ્રવેશપત્રોને https://cbseitms.nic.in/index.aspx વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશનનંબર અને પાસવર્ડ માટે જન્મતારીખ તેમજ અન્ય વિગતો ભરીને ડાઉનલોડ કરીને પ્રિન્ટ લેવાની રહેશે. પરીક્ષા આપવા માટે પ્રવેશપત્ર હોવું ફરજિયાત છે. પરીક્ષા આપનાર ઉમેદવારોએ પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા સ્થળે આપેલ સમયે રિપોર્ટ કરવો. ઉમેવારોએ પ્રવેશપત્રમાં જણાવેલ કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવાનું રહેશે. જે સંબંધિત ઉમેદવારો/વાલીઓ/પ્રાથમિકશાળાના આચાર્યોએ નોંધ લેવા જણાવાયુ છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો