આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

 અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક માર્ગ પરનો બમ્પ અત્યંત જોખમી બની ગયો છે. બમ્પને કારણે બાઇકસવાર વૃધ્ધનું મોત થતાં સ્થાનિકો લાલઘૂમ બન્યા છે. માર્ગ મકાનની બેદરકારી સામે વાહનચાલકો લાચાર હોઇ સ્વયં ઉપાય કર્યો છે. માર્ગ પર દૂરથી બમ્પ દેખાતો ન હોવાથી જાતે ખર્ચ કરી પટ્ટા કર્યા છે.

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામથી સમી તરફ માત્ર અડધા કિલોમીટર જતાં બમ્પ આવે છે. માર્ગ મકાન દ્વારા વર્ષોથી બમ્પ ઉપર સફેદ કલરનો પટ્ટો માર્યો નથી. જેના કારણે વાહનચાલકો દિવસે કે રાત્રે બમ્પ ઓળખવામાં થાપ ખાઇ જાય છે. અગાઉ અનેકવાર સામાન્ય અકસ્માત બાદ શનિવારે મોત બાદ મોતનો બમ્પ ચકચારી બન્યો છે. બાઇક પર વૃધ્ધ મહિલાને લઇ જતાં ચાલકને બમ્પ નજરે નહિ આવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 60 વર્ષીય સુગ્રાબેન અલીખાન બેલીમનું મોત નિપજ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બમ્પ છેલ્લા કેટલાક સમયથી ભયાનક અને જોખમી બની ગયો છે. એક તો માર્ગ મકાન (પંચાયત) પાટણ દ્વારા બમ્પની ડિઝાઇન પરેશાન કરાવી રહી છે. આ સાથે બમ્પ ઉપર સફેદ કલરનો પટ્ટો ન હોવાથી વાહનચાલકો ગેરમાર્ગે દોરાય છે. આવી સ્થિતિમાં કંટાળીને મુજપુર ગામના લોકોએ સ્વયં ખર્ચ કરી કલરમાં મોટા પટ્ટા ચિતરી દીધા છે.

patan jilla panchayat

 અકસ્માત બાદ આરોગ્ય કેન્દ્ર સામે ગંભીર આક્ષેપ

વૃધ્ધ મહિલાને અકસ્માત બાદ પરિવારજનો તાત્કાલિક અસરથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા. જ્યાં સારવાર કરનાર ખાસ કોઇ ઉપસ્થિત ન હોવાથી હારિજ પહોંચવા દોડધામ કરી હતી. જોકે અધવચ્ચે જ મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આથી મૃતકના પરિવારજનોએ મુજપુર આરોગ્ય કેન્દ્ર સામે બેદરકારી અને નિષ્ફળતાના ગંભીર આક્ષેપ કર્યા છે.

ટુવડ માર્ગ પરનો બમ્પ પણ ખતરનાક

મુજપુર ગામના સરપંચે જણાવ્યું હતું કે, સમી જતાં માર્ગ પરનો બમ્પ તો જોખમી છે તો ટુવડ જતાં માર્ગ પર સાચવવું પડે તેમ છે. મુજપુરથી ટુવડ જતાં માર્ગના બમ્પ ઉપર સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માતની સંભાવના છે.

30 Sep 2020, 2:51 AM (GMT)

COVID-19 Global Stats

33,922,581 Total Cases
1,013,967 Death Cases
25,210,538 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code