આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર ગંજબજારમાં હરાજી માટે આવતા કૃષિપાકના ભાવમાં ચુંટણીનો રંગ આવ્યો છે. ભાજપને વોટ આપો તો ઉંચા ભાવ મળે તેવું હરાજી દરમ્યાન કહેવામાં આવતુ હોવાનું વિડીયોથી સામે આવ્યુ છે. ખેડુતોને લાલચ આપી બજાર સમિતિના નાક નીચે આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાનુ ચર્ચાઇ રહયુ છે. સમગ્ર મામલે પાટણ જીલ્લા ચુંટણીતંત્રને જાણે પડકાર આપવામાં આવ્યો છે.

પાટણ જીલ્લાના રાધનપુર ગંજબજારમાં ખેડુતો પોતાનો કૃષિ ઉપજનો માલ હરાજી માટે ઠાલવી રહયા છે. જેમાં બજારસમિતિ હેઠળ દૈનિક ધોરણે થતી હરાજીમાં હવે લોકસભા ચુંટણીની અસર દેખાઇ છે. હરાજીવાળા આદર્શ આચારસંહિતા સામે બેદરકારી દાખવતા હોય તેમ લાલચ આપતી ઓફરો કરી રહયા છે. પંથકમાંથી કોઇ ઇસમે વિડીયો ઉતારી સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરતા ભાંડો ફુટયો છે.

જીરાની હરાજી દરમ્યાન ભાજપને વોટ આપો તો 20, 50 અને 70 રૂપિયા વધારે મળે તેવા ઉચ્ચારણો કરતા મામલો ગરમાયો છે. હરાજીમાં વારંવાર ભાજપને વોટ આપોના નારા લગાવી ખેડુતોને બજારભાવ ઉંચા આપવાની લાલચ અપાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાધનપુર ગંજબજારનાં સત્તાધીશો ભાજપની વિચારસરણી ધરાવતા હોવાથી હરાજીવાળા પણ ભાજપની ભાષા બોલી રહયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code