આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક
1962માં ચીન સાથે થયેલા યુદ્ધ વખતે એકલહાથે 72 કલાક સુધી ચીનની સેનાને રોકી રાખનાર એવા મહાવીર ચક્ર વિજેતા જસવંતસિંહ રાવતના જીવન પર ફિલ્મ ‘72 અવર્સ માર્ટિયર હુ નેવર ડાઇડ’ રિલીઝ થઈ છે. તેમણે દુશ્મનોના 300થી વધારે સૈનિકોને એકલાહાથે માર્યા હતા. હવે આ સૈનિકના જીવનને સીનેમાં ઘરોમાં દેખાડવામાં આવી રહ્યું છે. જસવંતસિંહ જે સ્થાન પર શહિદ થયા હતા એ જગ્યા પર ભવ્ય મંદિર છે. એ સમગ્ર જગ્યાને  જસવંતગઢના નામે ઓળખાય છે.

આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં થયું છે. ડિરેક્ટર અને લેખક અવિનાશ ધ્યાનીએ આ બાયોપિક બનાવી છે. તેમણે જ આ ફિલ્મમાં લીડ રોલ કર્યો છે. ફિલ્મનું શૂટિંગ ચકરાતા, ગંગોત્રી, હર્સિલ અને હરિયાણાના રેવાડીમાં થયું છે. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પૌડી ગઢવાલના બાડિયુ ગામમાં 15 જુલાઈ, 1941ના દિવસે ગુમાનસિંહ રાવત અને લાલા દેવીના ઘરમાં જન્મેલા જસવંત સિંહ સાત ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા. તેઓ સરહદની સુરક્ષા માટે શહિદ થઈ ગયા. જસવંત સિંહના ભાઈ આજે પણ દેહરાદુનમાં રહે છે. ચીન સામેની જસવંત સિંહની લડાઈમાં સૈલા અને નુરા નામની બે સ્થાનિક યુવતીઓએ સાથ આપ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code