sikkim-mp
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

‘અચ્છે દિન’ની શરુઆત ભારતના સિક્કીમ રાજ્યમાંથી થઈ ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાને જાહેરાત કરતા જણાવ્યું છે કે, સીક્કીમના પરિવાર દિઠ એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત દેવા માફીની પણ જાહેરાત કરતા રાજ્યની પ્રજા હરખમાં આવી ગઈ છે.

આ યોજના અંતર્ગત પરિવારનો કોઇ સભ્ય સરકારી નોકરીમાં નથી. તેમાં ખેતી અને કૃષિ ક્ષેત્રમાં કામ કરતા દરેક લોકોનું દેવુ માફીની જાહેરાત કરી છે. સિક્કિમના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગે શનિવારે ‘એક પરિવાર એક નોકરી’ યોજનાનો શુભારંભ કર્યો છે. આ યોજના અંતર્ગત રાજ્યના પ્રત્યેક પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. જે પરિવારનો કોઇ સભ્ય સરકારી નોકરીમાં નથી તેમાં ખેતી અને કૃષિ ક્ષેત્રમાં કામ કરતા દરેક લોકોનું દેવુ માફીની જાહેરાત કરી છે.

સ્વતંત્ર ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીનું કિર્તિમાન બનાવી ચુકેલા ચામલિંગે અહીંયા પલજોર સ્ટેડિયમમાં આયોજીત રોજગાર મેળો 2019 દરમિયાન આ યોજનાનો શુભારંભ કર્યો છે. આપને જણાવી દઈએ કે 1975માં સીક્કીમ ભારત દેશ સાથે જોડાયું હતું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code