કોરોનાથી આ દેશમાં રોકડની અછત, પેટનો ખાડો પુરવા લોકો વેચી રહ્યા છે સોનું

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં સંકટની સ્થિતિ ઊભી થઈ છે. મોટાભાગના પ્રભાવિત દેશોમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે ખાવા-પીવાની સમસ્યા અને રોકડની અછત ઊભી થઈ છે. થાઈલેન્ડના લોકોએ રોકડની અછતની સમસ્યાનો સામનો કરતાં મજબૂરીમાં સોનું વેચવાનું શરૂ કરી દીધું છે. ત્યાં સોનાના આભૂષણ વેચનારાઓની સંખ્યા વધવા લાગી છે. રસ્તા કિનારે નાનો
 
કોરોનાથી આ દેશમાં રોકડની અછત, પેટનો ખાડો પુરવા લોકો વેચી રહ્યા છે સોનું

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં સંકટની સ્થિતિ ઊભી થઈ છે. મોટાભાગના પ્રભાવિત દેશોમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે ખાવા-પીવાની સમસ્યા અને રોકડની અછત ઊભી થઈ છે. થાઈલેન્ડના લોકોએ રોકડની અછતની સમસ્યાનો સામનો કરતાં મજબૂરીમાં સોનું વેચવાનું શરૂ કરી દીધું છે. ત્યાં સોનાના આભૂષણ વેચનારાઓની સંખ્યા વધવા લાગી છે. રસ્તા કિનારે નાનો ખુમચો લગાવનારી 39 વર્ષીય તનકમ પ્રોમિયૂયેને કહ્યું કે, મારી પાસે કોઈ બચત નથી. તેથી મેં સોનું વેચવાનો નિર્ણય કર્યો છે જેથી આ કઠિન સમયમાં જીવન ચલાવા માટે કંઈક રોકડ મળી શકે. ટ્રેડ એસોસિએશનના અધ્યક્ષ જિત્તી તાંગસિટપાકડીએ જણાવ્યું કે વેપારીઓએ અહીં કરોડો ડૉલરનું સોનું ખરીદ્યું છે.

કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા બેહાલ છે. રોકડની તંગીનો સામનો કરવા માટે લોકો સોનું વેચી રહ્યા છે. સોનું હાલમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે. અમેરિકાની આગેવાનીમાં વૈશ્વિક સ્તરે અર્થવયવસ્થાને ફરીથી મજબૂત કરવા માટે અબજો ડૉલરના પ્રોત્સહન ઉપાયોની વચ્ચે મંગળવારે સોનાનો ભાવ 1731.25 ડૉલર પ્રતિ ઔંસના સાત વર્ષના ઉચ્ચતમ સ્તરે સ્પર્શી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અનેક લોકો હાલના આર્થિક સંકટના સમયે આ કિંમતી ઘાતુને વેચીને લાભ કમાઈ લેવા માટે લલચાઇ રહ્યા છે. અનેક થાઇલેન્ડવાસી સારા સમયમાં રોકાણના રૂપમાં સોનાના આભૂષણો ખરીદે છે અને જ્યારે કિંમત વધે છે કે આર્થિક સંકડામણ આવે છે ત્યારે તેને વેચી દે છે. બેન્કોકમાં જ્યાં પંદર દિવસથી લૉકડાઉનની સ્થિતિ છે, ત્યાં પણ હજારોની સંખ્યામાં લોકો સોનાની કિંમતમાં 20 ટકાના ઉછાળાનો લાભ લેવા માટે બેન્કોકના ચાઇનાટાઇન, યાઓવરટ આવી રહ્યા છે, જ્યાં તેઓ પોતાના ઘરેણાં વેચી રહ્યા છે.