આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, રોમજી રાયગોર
વાગડોદ નકળંગ ધામના પ.પૂ.મહંત શંકરનાથ મહારાજની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.રબારી સમાજ દ્વારા આયોજીત શિક્ષણ રથ સોમવારે ડીસા તાલુકાના વડાવલ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રબારી સમાજના નવિન શૈક્ષણિક સંકુલમાં વડાવલના લોઢા પરીવાર દ્વારા રૂ.૭૬ લાખના દાનની સરવાણી વહાવી હતી.

સમાજના આગેવાનોએ દાતાઓ ખેસ પહેરાવીસન્માનીત કર્યા હતા.આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇએ ગ્રામજનોને સંબોધન કરતા કહયુ કે આજે શિક્ષણ ની ખુબજ જરુરી છે ત્યારે રબારી સમાજ સહીત અન્ય સમાજ ના બાળકો ને સુવિધાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવુ અત્યાધુનિક શિક્ષણ સંકુલ રબારી સમાજ દ્રારા બનાવવામાં આવી રહયુ છે. સાથે સમાજમાં રહેલા અનેક કુરિવાજો, અંધશ્રધ્ધા તથા વ્યસનમુક્ત સમાજ બને તેવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન બાબુભાઇ પાનકુટા, જીલ્લા સંધના વાઈસ ચેરમેન ખેતાભાઇ દેસાઇ, ડીસા તાલુકા સંઘના ચેરમેન ડી.કે.દેસાઇ, ગોપાલક નિગમના પુર્વ ચેરમેન ડો.સંજયભાઈ દેસાઇ સહિત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code