ગુજરાતઃ દીકરીને જન્મ આપવાથી પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાના થોડા સમય પહેલા સુરેન્દ્રનગર ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણે દીકરીને જન્મ આપ્યો હતો પણ સાસરિયાઓને પુત્રની ઝંખના હતી. જેથી સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને એવું પણ કહી નાખ્યું કે દીકરીને જન્મ આપ્યો છે તો હવે તેનો તમામ ખર્ચ પિયરમાંથી લઇ આવજે.
 
ગુજરાતઃ દીકરીને જન્મ આપવાથી પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાના થોડા સમય પહેલા સુરેન્દ્રનગર ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણે દીકરીને જન્મ આપ્યો હતો પણ સાસરિયાઓને પુત્રની ઝંખના હતી. જેથી સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને એવું પણ કહી નાખ્યું કે દીકરીને જન્મ આપ્યો છે તો હવે તેનો તમામ ખર્ચ પિયરમાંથી લઇ આવજે. જેથી આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આપણા ત્યાં દીકરી લક્ષ્‍મી કહેવાય છે પણ હજુય એવા ઘણા રૂઢીચુસ્ત પરિવાર છે કે જેઓ પુત્રની ઝંખના રાખતા હોય છે. આવી જ એક ઘટના શહેરના એક પોલીસસ્ટેશનમાં નોંધાઇ છે. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાના વર્ષ 2008માં સુરેન્દ્રનગર ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિણીતાને પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. પુત્ર હાલ 12 વર્ષ અને પુત્રી હાલ 8 વર્ષની છે. પુત્રીના જન્મ બાદ વર્ષ 2011થી જ સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. સાસરિયાઓઆ આ પરિણીતાને એવા પણ મહેણા મારતા હતા કે ‘દીકરીને જન્મ આપ્યો છે તો હવે તમામ ખર્ચ પિયરમાંથી લાવીને કરજે.’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આટલું જ નહિ વર્ષ 2017માં એક લગ્ન પ્રસંગમાં પરિણીતા તેના પતિ સાથે જતી હતી ત્યારે પતિએ કોઇ બાબતે ઝઘડો કરી તેને બાઇક પરથી રોડ પર પાડી દીધી હતી. પરિણીતા પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પતિએ માફી માંગી અને સુધરી જવાની ખાતરી આપી હતી.

જોકે તેમ છતાં સાસરિયાઓએ અને પતિએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2019માં સુરેન્દ્રનગર કોર્ટમાંથી તેના પતિએ એકતરફી છુટાછેડાની નોટિસ પરિણીતાના પિયરે મોકલતા આખરે મહિલાએ મહિલા પોલીસસ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.