અટલ સમાચાર, ડેસ્ક
ભારત ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આતંકીઓ કાશ્મીરની ઘાટીમાં તેમની નાપાક લુચ્ચાઈને અંજામ આપી રહ્યા છે. ગણતંત્ર દિવસે આંતકીઓએ સુરક્ષાબળો પર હુમલો કર્યો છે. જેમાં 5 જવાનો ઘવાયા છે. આંતકીઓએ SOG અને CRPF કેમ્પને નિશાન બનાવી હૂમલો કર્યો છે. સુરક્ષાબળોએ પણ આંતકીઓના હુમલાનો વળતો જવાબ આપતા અથડામણમાં 2 આંતકીઓને ઠાર માર્યા છે.
જૈશ-એ-મોહમ્મદ સંગઠનના આતંકીઓ ગણતંત્ર દિવસે મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. જો કે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ કરતૂતનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની સેનાએ બુધવાર રાતે પણ પૂંછ જિલ્લાનાં મેંઢર સેક્ટરનાં ચેકપોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. કાશ્મીરની ઘાટીમાં સેનાએ આંતકી સામે ઓપરેશન ઓલ આઉટ ચલાવ્યું છે. આ ઓપરેશનમાં આંતકીઓને ઠાર મરાઈ રહ્યા છે. બુધવારે પણ ભારતીય સુરક્ષાબળે બારામુલામાં લશ્કર-એ-તોયબાનાં 3 આંતકીઓને ઠાર માર્યા હતા.