આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અડટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશમાં એક મહિલાના પતિએ ફોન પર તેને માત્ર એ વાતને કારણે તલાક આપી દીધા છે, કારણ કે તેને તે ઘરે પહોંચવા માટે 10 મિનિટ મોડું થયું હતું.
પીડિત સ્ત્રીએ પોતાના પતિને વાયદો કર્યો હતો કે તે 10 મિનિટમાં આવી જશે, પરંતુ મોડું થયું એટલે તલાક આપી દીધા. પત્ની દાદીની તબીયત પૂછવા મોટે પિયર ગઈ હતી. મને પતિએ અડધો કલાકમાં આવી જવાનું કહ્યુ હતુ. જેથી ઘરે જવાનું 10 મિનિટ મોડું થઈ ગયું હતું. ત્યારબાદ પતિએ સાળાને મોબાઈલ પર ફોન કર્યો અને 3 વખત તલાક-તલાક-તલાક કહ્યું હતું.

મહિલાનો આક્ષેપ છે કે, તેના સાસરિયા તેને માર પણ મારે છે. લગ્નસમયે દહેજની માંગણી કરી હતી તેને પૂરી ન થતા સાસરીવાડા વારંવાર તેની સાથે મારપીટ કરે છે. સાસરીપક્ષની આ જ હરકતોના કારણેથી એકવાર ગર્ભપાત પણ થયો છે. મહિલાનું કુટુંબ ગરીબ છે,અને દહેજ આપવા માટે સક્ષમ નથી.

મહિલાએ આ મામલે સરકાર પાસે મદદ માંગી છે. મહિલાએ જણાવ્યુ હતુ કે, હવે એ સરકારની જવાબદારી છે કે, તે મને ન્યાય અપાવે નહીં તો હું આત્મહત્યા કરી લઈશ.

એટાના ક્ષેત્ર અધિકારીએ તેને આશ્વાસન આપ્યુ છે કે આ મામલાની તપાસ કરશે અને આ મામલે સમાધાન માટે યોગ્ય પગલાં લેશે. જણાવી દઈએ કે, 27 ડિસેમ્બરે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યુ હતુ. તે અંતર્ગત આવા કેસોમાં ત્રણ વર્ષની સજાનો પ્રાવધાન નક્કી કરવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code